મોરબીમાં આજે શરદપુનમે ભાવસાર જ્ઞાતિ દ્વારા શરદોત્સવ

- text


મોરબી : મોરબીના શકિત પ્લોટ મેઈન રોડ પર આવેલ કોમ્યુનિટી હોલ ખાતે મોરબી ભાવસાર જ્ઞાતી દ્વારા આજે બુધવારે સાંજે ૭ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. તેથી ભાવસાર જ્ઞાતિબંધુઓને ગરબે ઘુમવા આયોજકો દ્વારા અપીલ કરાઈ છે.

મોરબી ભાવસાર જ્ઞાતીના પ્રમુખ તથા ટ્રસ્ટી તથા કારોબારી સભ્યોએ જણાવેલ કે કારોબારી કમીટી દ્વારા આજે શરદપુનમ નિમિતે બુધવારે તારીખ ૨૦ ના રોજ સાંજે ૭ કલાકે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ ભાવસાર જ્ઞાતિબંધુઓને ભાવભર્યુ આમંત્રણ છે. તથા આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી ભાવસાર જ્ઞાતી કારોબારી કમીટી તથા ભાવસાર જ્ઞાતી સલાહકાર સમિતીના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text