લખધીરપુર રોડ પર મકાનમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

- text


મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેઇડ કરી રૂ.1.50 લાખનો વિદેશી દારૂ-બિયર પકડી પાડ્યો

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે લખધીરપુર રોડ પર મકાનમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. પોલીસે રૂ.1.50 લાખનો વિદેશી દારૂ-બિયર પકડી પાડી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં આગામી તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે દારૂ અને જુગારની બદી દૂર કરવા માટે સ્પે. ડ્રાઈવ સંદર્ભે મોરબી બી ડિવિઝનના પીઆઇ વી.એલ.પટેલ તથા પીએસઆઇ એલ. એન. વાઢીયા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બી ડિવિઝનના પો.કોન્સ. કલ્પેશભાઈ ગાંભવા અને ભરતભાઇ ખાંભરાને ચોક્કસ ખાનગીરાહે બાતમી મળી હતી કે, લખધીરપુર રોડ ઉપર આવેલ એક મકાનમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવે છે. આ પ્રકારની બાતમી મળતા બી ડિવિઝન પોલીસ સ્ટાફે લખધીરપુર રોડ ઉપર આવેલા મફતીયાપરામાં રહેતા આરોપી શામજીભાઈ રઘુભાઈ સારલાના મકાનમાં દરોડો પાડ્યો હતો અને આરોપીને તેના મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 245 કિંમત રૂ.1,45,550 તથા બિયરના ટીન નંગ 48 કિંમત રૂ.4800 મળી કુલ રૂ.1,50,350 નો દારૂ બિયર સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text