માળિયા નજીક હાઇવે ઉપરથી સીસીટીવી કેમરાની બેટરી અને ઇનવટર ચોરી કરતી ગેંગ ઝડપાઇ

- text


 

પોલીસે રૂ. 2.88 લાખની બેટરી અને ઇનવટર તેમજ કાર સાથે બે શખ્સોની કરી ધરપકડ

માળિયા : માળિયા પોલીસે હાઇવે ઉપરથી સીસીટીવીની બેટરી અને ઇનવટર ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ પાસેથી નેશનલ હાઇવે ઊપરથી ચોરી કરેલ રૂ. 2.88 લાખની બેટરી અને ઈનવટર પણ પોલીસે જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર માળિયા પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમીના આધારે હરિપર ગામના પાટિયા પાસેથી આઈ 20 કાર જીજે 03 ઇસી 4722 શકમંદ હાલતમાં પકડી પાડી હતી. આ કારની તપાસ કરતા 20 નંગ બેટરી અને 10 નંગ ઈનવટર મળી આવ્યા હતા. આ તમામ વસ્તુના કોઈ આધાર પુરાવા ન હતા. જેથી પોલીસે કારમાં સવાર બન્ને શખ્સો ઉપેન્દ્ર મુરજીભાઈ સુથાર ઉ.વ.34 રહે. શિકારપુર તા. ભચાઉ અને ઉંમરદિનભાઈ અવેશભાઈ જુએજા ઉ.વ.32 રહે. શિકારપુર તા.ભચાઉવાળાની અટકાયત કરી હતી.

- text

બાદમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા બન્ને શખ્સોએ નેશનલ હાઇવે રોડ ઉપર રહેલા સીસીટીવી કેમેરામાં લાગેલ બેટરીઓ તથા ઇનવટર રાત્રીના અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલી હોવાની કબૂલાત આપી હતી. જેથી સૂરજબારી નેશનલ હાઇવે ટોલટેક્સના મેનેજરને પણ પોલીસે જાણ કરી પોલીસ સ્ટેશને બોલાવી પૂછતાં સૂરજબારી નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએથી સીસીટીવી કેમેરાની બેટરી અને ઈનવટર ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે તેમને બન્ને શખ્સો પાસેથી પકડાયેલ મુદ્દામાલ બતાવતા તેમને નેશનલ હાઇવે ઉપરથી ચોરી થયેલ મુદ્દામાલ જ હોવાનું કહ્યું હતું. આમ પોલીસે બેટરી અને ઇનવટર ચોરી કરતી ગેંગને રૂ. 4.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે.

- text