મોરબીના ભાવિકાબેનને પતિ, સાસુ, મામાજી અને નણંદનો ત્રાસ

- text


મહિલા પોલીસ સ્ટેશનમાં તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ

મોરબી : મોરબીમાં પિતાના ઘરે રહેતા ભાવિકાબેનને હળવદ રહેતા પતિ, સાસુ તેમજ મામાજી સસરા અને નણંદ દ્વારા મારકુટ કરી શારીરિક – માનસિક ત્રાસ આપવામાં આવતા મહિલા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ સાસરું ધરાવતા અને હાલ પિતાના ઘરે મહેન્દ્રનગર મોરબી ખાતે રહેતા ભાવીકાબેન જસમતભાઇ ફુલતરીયાને પતિ સંદીપભાઇ ગણપતભાઇ ચાડમીયા, સાસુ કંચનબેન ગણપતભાઇ ચાડમીયા, રહે- બન્ને વિશ્વાસ સોસા. સરા રોડ તા. હળવદ, મામાજી સસરા કાનજીભાઇ ધનજીભાઇ કાલરીયા, રહે- ઉમા ટાઉનશીપ મહેંદ્રનગર મોરબી ઉપરાંત નણંદ સુમીતાબેન કૌશીકભાઇ કાસલોડીયા રહે-સોલડી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા દ્વારા નાની નાની બાબત તેમજ ઘરકામ બાબતે ઝગડાઓ કરી ગાળો આપી મારકુટ કરી શારીરીક માનસીક દુખ ત્રાસ આપતા આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

- text

વધુમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ અંગે ભાવિકાબેનના પતિ, સાસુ, મામાજી અને નણંદ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ ૪૯૮(ક), ૩૨૩,૧૧૪,૫૦૪ મુજબ ગુન્હો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text