બાઈક ઉપર બિયરના ડબલા લઈને નીકળેલો એક ઝડપાયો

- text


બિયરના 30 ડબલા, મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ કબ્જે : એકનું નામ ખુલ્યું

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમ લાફાન્સ સીરામીક પાસે મોટર સાયકલ ઉપર બિયરના 30 ડબલા લઈને નીકળેલા એક બાઈક સવારને પોલીસે ઝડપી લઈ મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બિયરના ડબલા આપનાર શખ્સનું નામ ખોલાવી ગુન્હો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રંગપર રોડ ઉપર પોલીસે બાઈક ઉપર બિયરના ટીન લઈને નીકળેલા પ્રતાપભાઇ વેચાનભાઇ ચૌહાણ, ઉ.વ-૩૦ રહે હાલ.રંગપર ગામની સીમ લાફાન્સ સીરામીકના લેબર ક્વાટરમાં, મુળ રહે.અસરીયાપાની પોસ્ટ-સોલવાન તા.વરલા જી.બડવાની રાજ્ય-મધ્યપ્રદેશ વાળાને ઝડપી લઈ TVS અપાચે મો.સા.નં-MP-46-MR-4590 કિ.રૂ.48,000 અને કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ 500 એમ.એલ.ના એલ્યુમીનીયમના બિયરના કંપની શીલપેક ટીન નંગ-૩૦ કિ.રૂ.3000 મળી કુલ 52 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

બિયરનો આ જથ્થો આરોપીએ યાસીનભાઇ કાસમભાઇ મકવાણા, રહે.હાલ મોરબી-૨ વિધ્યુતનગર સોસાયટી મુળ રહે.સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટી દાળમીલ પાછળ જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી ખરીદ કર્યો હોય પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text