મોરબી – માળીયા હાઇવે ઉપર માતાના મઢ જતા પદયાત્રી માતા-પુત્રનું મોત

- text


હોનેસ્ટ હોટલ નજીક ટ્રકે હડફેટ લેતા પિતાની નજર સામે જ પત્ની અને પુત્રનું કરૂણ મોત : ટ્રક ચાલક ફરાર

મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર માતાના મઢ જતા પદયાત્રી પરિવારને કાળમુખા ટ્રકે હડફેટે લેતા પતિની નજર સામે જ પત્ની અને પુત્રનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો અને અકસ્માતમાં પતિ તેમજ અન્ય એક યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ ગોજારી દુર્ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળિયાના ધરમનગર નવાગામથી કચ્છ માતાના મઢ પદયાત્રા કરીને જઈ રહેલા પરિવારને હોનેસ્ટ હોટેલ નજીક ટ્રક નંબર જીજે-12-બીવી-6384ના ચાલકે હડફેટે લેતા હરપાલભાઈ મેરૂભાઇ ધામેચાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે તેમના પત્ની કૈલાશબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે હરપાલભાઈના પુત્ર ધાર્મિકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા રાજકોટ પહોંચતા જ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત આ અકસ્માતમાં ઘાયલ થયેલા સંગીતાબેન અને હરપાલભાઈને ઈજાઓ પહોંચતા બન્નેને હાલ સારવારમા ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.ઘટના અંગે હરપાલભાઈના પિતા મેરૂભાઇ નરશીભાઈ ધામેચાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ 279,304(એ),337,338, તથા એમવી એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ફરિયાદ નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text