માળીયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ફાળવવા માંગ

- text


માળીયા (મી.) : મોરબી જીલ્લાના માળીયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ફાળવવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં મોરબી જીલ્લાના માળિયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યા ખાલી હતી. તે બાબતે અગાઉ રજૂઆત કરેલ હતી અને ડોકટરની નિમણુક કરવામાં આવી, તે બદલ આભાર માન્યો છે. પરંતુ હાલમાં આ હોસ્પિટલમાં દવાનો સ્ટોક બિલકુલ ખલાસ છે. ત્યાં સુધી કે પાટાપિંડીનો સામાન એટલે કે ડ્રેસિંગ માટેનો સામાન પણ નથી તો તાત્કાલિક દવાનો ફાળવીને પહોંચતો કરવા અપીલ કરી છે. માળિયા તાલુકો હમેશા ઓરમાયું વર્તનનો ભોગ બનેલ હોય, તો આ બાબતે યોગ્ય કરવા માંગ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text