મોરબી : મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની બેઠક માટે 74.95 ટકા મતદાન

- text


જિલ્લાના 1050માંથી 787 મતદારોએ વી.સી. હાઈસ્કૂલ ખાતે કર્યું મતદાન

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા વિવિધ સંવર્ગની બેઠક માટે આજ રોજ વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં 74.95 ટકા જેવું મતદાન થયાનું જાહેર કરાયુ છે.

વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે 35/1 અને 35/2 એમ કુલ બે બુથ ઉપર સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકીની દેખરેખ નીચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. જેમાં જિલ્લાના વિવિધ સંવર્ગના મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 1050 મતદારોમાંથી બન્ને બુથોમાં 787 મતદારોએ મતદાન કર્યું હતું. એટલે 74.95 ટકા જેટલુ મતદાન યોજાયું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text