મોરબીના રેલવે પ્રશ્ને રાજકોટના ડી.આર.એમ.ને રજુઆત

- text


વેસ્ટર્ન રેલવે રાજકોટના ડી.આર.એમ. સાથેની મીટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે વિવિધ રેલવે પ્રશ્નો ઉઠાવ્યા

મોરબી : વેસ્ટર્ન રેલવે રાજકોટના ડી.આર.એમ. અનિલ જૈનના અધ્યક્ષ સ્થાને મોરબી રેલવેના વિવિધ પ્રશ્નો અને વિકાસ માટે તાજેતરમાં મીટીંગ યોજાઈ હતી. આ મિટિંગમાં મોરબીના જુદા જુદા ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલે વિવિધ રેલવે પ્રશ્નોને ઉકેલવાની રજુઆત કરી હતી.

- text

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલે રેલવે પ્રશ્ને વેસ્ટર્ન રેલવે રાજકોટના ડી.આર.એમ. સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં મોરબી નજરબાગ- વાંકાનેર – માળીયા મીયાણા હળવદ રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવવા, કચ્છથી મુંબઈ, દિલ્હી, ચૈન્નઈ જતી લાંબી અંતરની ટ્રેનોને વાયા મોરબી થઈ ચલાવવા, રાજકોટ, જામનગર, પોરબંદરથી લાંબા અંતરની ટ્રેનો વાંકાનેર થઈને ચાલે છે તેમાં વાંકાનેરને સ્ટોપ આપવા, મોરબી-વાંકાનેર વચ્ચેની રેલવે ફાટકને પોહળી કરી ટ્રાફિક સમસ્યા નિવારવા અને મોરબી જિલ્લાના આધુનિક વિકાસને ધ્યાનમાં લઇ રેલવે કન્ટેનર ડીપો આધુનિક અને વિશાળ બનાવવાની માંગ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text