માળીયા મામલતદારનો સપાટો : બાયોડીઝલના બેરલ સાથેના બે ટ્રક ઝડપી લીધા

- text


માળિયાના અર્જુનનગર નજીકથી બે ટ્રક, બાયોડીઝલના બે ડ્રમ સહીત રૂ.30.25 લાખનો મુદામાલ કબ્જે લેવાયો

મોરબી : મોરબી સહીત રાજ્યભરમાં બાયોડીઝલના હાટડાઓ ઉપર પોલીસે ધોંસ બોલાવવા છતાં હજુ પણ છાનેખૂણે આ ગોરખધંધા ચાલી રહ્યા છે ત્યારે આજે માળીયા મામલતદારે બાયોડીઝલના બે ડ્રમ ભરેલા ટ્રક ઝડપી લેતા ભેળસેળીયા ઈંધણ સાથે ટ્રક લઈને નીકળી પડતા તત્વોમાં ફાફડાટ મચી ગયો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આજે માળિયાના અર્જુનનગર નજીક આજે મામલતદાર ડી.સી.પરમાર, નાયબ મામલતદાર પારસ ત્રિવેદી અને મહેશભાઈ વ્યાસ સહિતના સ્ટાફે ટ્રકમાં બાયોડીઝલ ભરેલા ડ્રમ સાથે નીકળેલા બે ટ્રક ચાલકોને ઝડપી લઈ રૂપિયા 30.25લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text