હળવદ તાલુકા પંચાયતની પેટા ચુટણીમાં ત્રિપાંખિયો જંગ

- text


રણછોડગઢ-૧૬ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા : એકપણ અપક્ષ ઉમેદવાર નહીં

હળવદ : હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણી તાજેતરમાં જ જાહેર થઈ હતી અને આજે આ બેઠક પર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરતા હવે અહીં ત્રિપાંખિયો જંગ જામશે.

રણછોડગઢ-૧૬ બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગની સ્થિતિમાં આજે આ બેઠકની પેટાચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી સરંભડા ગામના ભારતીબેન ગોપાલભાઈ દોરાલા, ભાજપ તરફથી રણછોડગઢના હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા અને આમ આદમી પાર્ટી તરફથી રાઈધ્રાંના અનુબેન કુકવાવાએ ફોર્મ ભર્યા છે.

- text

રણછોડગઢ તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણીમાં આ વખતે એકપણ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. જેથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે. જોકે, અત્યારથી જ ત્રણેય પક્ષ દ્વારા મતદારોને પોતાના તરફ ખેંચવાના પ્રયાસો કરી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text