મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જંગ

- text


ત્રાજપર બેઠકની પેટાચૂંટણીમાં કુલ ચાર ઉમેદવારી પત્ર ભરાયા

મોરબી : મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠકના ઉમેદવારનું અવસાન થતા ખાલી પડેલી બેઠક માટે ભાજપ, કોંગ્રસ અને અપક્ષ સહીત કુલ ચાર ફોર્મ ભરાયા છે.

મોરબી તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં આગામી તા.3 ઓક્ટોબરના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અન્વયે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપમાંથી દેવજીભાઇ રામજીભાઇ વરાણીયા અને અશોકભાઇ પરસોતમભાઇ વરાણીયા, કોંગ્રેસમાંથી જલાભાઇ સામતભાઇ ડાભી તથા અપક્ષમાંથી બળવંતભાઇ નથુભાઇ શેખવાએ ઉમેદવારી નોંધાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text