ગાંધીનગરમાં મોરબીનું વજન વધ્યું : બ્રિજેશ મેરજા મંત્રીમંડળમાં

- text


મોરબી અપડેટે ગઈકાલે જ બ્રિજેશ મેરજા મંત્રી બનતા હોવાના સંકેત આપ્યા હતા

મોરબી : મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. ધારાસભ્ય મેરજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં પોતાની મંત્રી મંડળમાં પસંદગી થઈ હોવાનું જણાવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણી અને મંત્રી મંડળે રાજીનામુ ધરી દેતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રી તરીકે મોરબી માળીયાના સરળ અને શાંત સ્વભાવના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે જેથી ગાંધીનગરમાં મોરબીનું વજન વધ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી અપડેટ દ્વારા ગઈકાલે જ ધારાસભ્ય મેરજાની મંત્રી મંડળમાં પસંદગી કરવામાં આવી હોવાના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જે આજે અક્ષરસ: સાચા પડ્યા છે.

- text

હાલ ગાંધીનગરમાં મંત્રી મંડળની શપથવિધિનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સાથે મોરબી અપડેટે વાતચીત કરતા સતાવાર રીતે તેમને મંત્રી મંડળમાં સમાવેશ કરાયો હોવાનું જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text