સમગ્ર શિક્ષા અભિયાન મોરબી અંતર્ગત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો

- text


કેમ્પમાં 197 દિવ્યાંગ બાળકોનું એસએસમેન્ટ કરાયું

મોરબી : સમગ્ર શિક્ષા અભિયાન મોરબી અંતર્ગત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં 197 દિવ્યાંગ બાળકોનું એસએસમેન્ટ કરાયું હતું.

‘સૌ ભણે, સૌ આગળ વધે’, ‘અમને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપો’ એવા સૂત્રો સાથે કાર્યરત સમગ્ર શિક્ષા અભિયાન મોરબી અંતર્ગત બાળકો માટે અનેકવિધ પ્રવૃતિઓ, કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. એવી જ રીતે ઓર્થોપેડિક હેન્ડીકેપ, મનો દિવ્યાંગ, સાંભળવાની ક્ષતિ, દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન અર્પણ કરવા માટે મેજરમેન્ટ, એસેસમેન્ટ કેમ્પનું આયોજન બી.આર.સી. ભવન, મોરબી ખાતે મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના દિવ્યાંગ બાળકો માટે કેમ્પનું આયોજન કરાયું હતું.

જેમાં મોરબી તાલુકાના જુદી-જુદી દિવ્યાંગતા ધરાવતા 97, માળીયા તાલુકાના 21 અને ટંકારા તાલુકાના 80 એમ કુલ 197 બાળકોનું એલિમિકો કમ્પનીના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા ઍસએસમેન્ટ કરાયું હતું. જે પૈકી મેન્ટલી ચેલેન્જ 130, ઓર્થોપેડિક હેન્ડીકેપ,19, હિયરિંગ ઈંપેરિમેન્ટ અને 6 વિઝ્યુલી ઈંપેરિમેન્ટ ધરાવતા બાળકોનું નિદાન કરવામાં આવ્યું જરૂરિયાત મુજબના સાધનો બળકોના મેજરમેન્ટ મુજબ હવે પછી આપવામાં આવશે. કેમ્પમાં હાજર રહેનાર તમામ બાળકોને નાસ્તો પૂરો પાડવામાં આવ્યો હતો અને બાળકો અને વાલીઓના આવવા-જવાનું ભાડું બાળકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યું હતું.

- text

સમગ્ર કેમ્પનું આયોજન બી. એમ. સોલંકી (જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર, મોરબી)ના માર્ગદર્શન હેઠળ તેમજ મુકેશભાઈ ડાભી (આઈ.ઈ.ડી.કો.ઓર્ડીનેટર) અને ચિરાગભાઈ આદ્રોજા (બી.આર.સી. કો.ઓર્ડીનેટર, મોરબી)એ આયોજન કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા શિલ્પાબેન ભટાસણા, અમિતભાઈ શુક્લ, બળવંતભાઈ જોષી, રતિલાલ મહેરિયા, પન્નાબેન રાઠોડ, મુકેશભાઈ ચૌહાણ, ભાનુભાઈ પંડ્યા, દિનેશભાઈ સંભાણી વગેરે આઈ.ઈ.ડી. બી.આર.પી.ઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text