શોધ યોજના થકી વિદ્યાર્થીઓનું આર્થિક ભારણ ઘટશે

- text


જ્ઞાનશક્તિ દિવસે શોધ યોજના હેઠળ લાભ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં લાભાર્થી વિદ્યાર્થીઓ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા પીએચડી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ દિવસે શોધ યોજના જાહેર કરી લાભ આપવામાં આવતા હવે વિદ્યાર્થીઓને આર્થિક ભારણ ઘટશે. મુખ્યમંત્રી દ્વારા આ શોધ યોજના અમલી બનાવાતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે.

ગુજરાતમા છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા તે ઉપલક્ષમાં જ્ઞાનશક્તિ દિવસે ડાભી કીર્તિબેન નરભેરામભાઇએ જણાવ્યું હતું કે, હું પી.એચ.ડી. સ્કોલર છું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્મેન્ટ ઓફ કોમર્સમાંથી પીએચ.ડી. કરું છું. જ્ઞાનશક્તિ દિવસે મને શોધ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ આપવા બદલ હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનું છું.

- text

આ યોજના ખાસ કરીને પી.એચ.ડી. સ્કોલર્સ માટે છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થી ઉપરનો નાણાકીય ભારણ ઘટાડવાનો છે. જેથી વિદ્યાર્થી સારુ રીસર્ચ કરી શકે. મારો પીએચ.ડી. વિષય ‘‘ધી ઇમ્પેકટ ઓફ ફન્ડ મેનેજમેન્ટ ઓન લીકવિડિટી એન્ડ પ્રોફિબિલીટી ઓન સિલેકટેડ હોટેલ ઇન ઇન્ડીયા’’ હોવાનું ઉમેર્યું હતું.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text