મોરબી જિલ્લામાં આજથી ધોરણ 9 થી 11ના વર્ગોનો પુન: આરંભ

- text


વાલીઓની સંમતિ સાથે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ

મોરબી : કોરોનાની વિદાયને પગલે સરકારે હવે શિક્ષણ પુનઃ શરુ થાય તેવા પ્રયાસોને અમલમાં મુક્યા છે. જેમાં સરકારે ધો.12 થી કોલેજ શરૂ કર્યા બાદ આજે સોમવારથી ધો.9 થી 11 ની શાળાઓ શરૂ કરવા મંજૂરી આપતા લાંબા સમય બાદ મોરબી જિલ્લામા ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ થયા છે. જો કે સરકારની ચૂસ્ત ગાઈડલાઈનના અમલ સાથે વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવવા ઉત્સાહિત છે.

મોરબી જિલ્લામાં આજે સોમવારથી ધો.9 થી 11 વર્ગો શરૂ થયા છે. ઉનાળુ વેકેશન ખુલ્યાના દોઢ મહિના બાદ સરકરે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આજથી જિલ્લાના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના ધો.9 થી 11 ના કુલ 35343 વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા અધીરા બન્યા છે. જિલ્લામાં ધો.9 ના 14069, ધો.10 ના 13777, ધો.11 ના સામાન્ય પ્રવાહના 6088 અને વિજ્ઞાન પ્રવાહના 1409 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.જો કે સરકારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત અને વાલીઓની સંમતિ ફરજીયાત બનાવી હોય સંમતિ સાથે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે, ધોરણ 9થી 11 માં કેટલોક કોર્ષ બદલાયો હોય નવા પાઠ્યક્રમ સાથેના પુસ્તકો બજારમાં પણ ઉપલબ્ધ ન હોય વાલીઓ અને શાળા સંચાલકી મુશ્કેલીમાં મુકાયા છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text