મોરબી તણાઈ જાય તો ભલે તણાઈ જાય.. સિંચાઈ કંટ્રોલ રૂમ નિષ્ક્રિય

- text


સિંચાઈનો કંટ્રોલ રૂમ માત્ર કાગળ ઉપર ફોન રિસીવ કરવાની તસ્દી જ નથી લેવાતી : ફ્લડ કંટ્રોલ પાસે પણ ડેમની સ્થિતિની જાણકારી નથી

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા અપાર હેત વરસાવી રહ્યા હોવાથી જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થતી હોવા છતાં મોરબી જિલ્લા સિંચાઈનો કંટ્રોલ રૂમ નિષ્ક્રિય થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. મોરબી હોનારતનું સાક્ષી બની ચૂક્યું હોવા છતાં સિંચાઈ વિભાગનો કંટ્રોલ રૂમ જાણે કાગળ ઉપર જ કાર્યરત હોય તેવી સ્થિતિ વચ્ચે ડેમની સ્થિતિ દર્શાવવાની તસ્દી લેવાતી નથી. ઉપરાંત, સિંચાઈ કંટ્રોલ રૂમમાં ફોન ઉપાડવાની તસ્દી ન લેવાતા મોરબી તણાઈ જાય તો પણ સિંચાઈ તંત્રને ફર્ક ન પડતો હોવાની છાપ ઉપસી છે.

મોરબીમાં ચોમાસુ શરૂ થઈ જાય એટલે તરત જ જિલ્લા સિંચાઈ કેંટ્રોલ રૂમ એક્ટિવ થઈ જતો હોય છે. પણ હજુ સુધી જિલ્લા સિંચાઈ કંટ્રોલ રૂમ એક્ટિવ ન થયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ જિલ્લા સિંચાઈ કંટ્રોલ રૂમમાં કોઈ ફોન રિસીવ કરતું જ નથી. બીજી તરફ છેલ્લા બે દિવસમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. એટલે જિલ્લાના દસેય ડેમોમાં પાણીની આવક થઈ છે. પણ સિંચાઈ વિભાગનો કંટ્રોલ રૂમ અણીના સમયે જ નિષ્ક્રિય બની જતા ડેમોમાં કેટલી પાણીની આવક થઈ તે અંગે માહિતી મળતી નથી. ઉપરાંત ડેમમાંથી પાણી છોડવા અંગે પણ લોકોને સચેત કરાતા ન હોવાનું બહાર આવ્યું છે.

- text

આ સંજોગોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ઘોર બેદરકારી દાખવી રહેલ સિંચાઈ વિભાગના કંટ્રોલ રૂમને કાગળને બદલે હકીકતમાં ધમધમતો કરે તે જરૂરી બન્યું છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text