કાર અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં બે ઘાયલ

- text


મોરબીના પીપળી-બેલા રોડ ઉપર અકસ્માતની ઘટનામાં કારચાલક સામે ગુન્હો નોંધાયો

મોરબી : મોરબીના પીપળી-બેલા રોડ ઉપર કાર અને રીક્ષા વચ્ચેના અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આથી રીક્ષાચાલકે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કારચાલક સામે અકસ્માતનું ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઇન્દીરાનગરમાં આવેલ ખોડીયારમાં મંદીર વાળા ચોક પાસે રહેતા ચંદુભાઇ હમીરભાઇ લાકડીયા (ઉ.વ.૨૮) એ માઇક્રા ગાડી નંબર-GJ-13-CC-6433 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખઃ ૨૪ જૂનના રોજ બપોરના બે-અઢી વાગ્યા વખતે બેલા ગામની સીમમાં પીપળી-બેલા રોડ લોર્ડસ ઇકો હોટલ સામે રોડ ઉપર આરોપીએ પોતાના હવાલાની કાર પુર ઝડપે અને બેફીકરાયથી ચલાવીને નીકળી સી.એન.જી. રીક્ષા નંબર-GJ-36-U-4356 ને સામેથી ઠોકર મારી હડફેટે લઇ ફરીયાદીને રોડ ઉપર પછાડી દઇ અકસ્માત સર્જી ફરીયાદીને પેટના ભાગે તથા ડાબા હાથના કાંડા પાસે મુંઢ ઇજા પહોંચાડી તથા સાહેદ આયશાબેન જમણા ખભા પાસે મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text