માળીયામાં ધાડના ગુન્હામાં 12 વર્ષથી ફરાર આરોપી અંતે પકડાયો

- text


માળીયા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આરોપીને દબોચી લીધો

માળીયા (મી.) : માળીયામાં ધાડ કરીને ફરાર થયેલો આરોપી 12 વર્ષે પોલીસની ગિરફતમાં આવ્યો છે. જેમાં માળીયા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આરોપીને દબોચી લીધો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં હાલ વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે માળીયામાં 12 વર્ષ પહેલાં ધાડ ચલાવીને એક આરોપી નાસતો-ફરતો હોય. આ આરોપીને પકડી લેવાની સૂચના આવતા માળીયા પોલીસ સ્ટાફ આ દિશામાં પ્રયત્નશીલ હતો. દરમિયાન માળીયાના ભીમસર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે વાડીએ ખેતમજૂરી કરવા આવતા લોકોને ચકાસતા એક ઇસમ માળીયાની ધાડના ગુનામાં 12 વર્ષથી ફરાર હોવાનું જણાતા આ ઇસમ રાજુભાઇ ઉર્ફે જીવરા તોલસિંગ ગામડને ઝડપી લીધો હતો.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text