મોરબી વડવાળા યુવા સંગઠનના નવા હોદેદારોની વરણી

- text


સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની નિમણૂક કરાઈ : રબારી સમાજમાં શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો : આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન

મોરબી : મોરબી સમસ્ત મચ્છુકાંઠાના રબારી સમાજના યુવાનોના ઉત્થાન માટે સક્રિય વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ સાથે જ તેઓએ રબારી સમાજમાં શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો અને આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન કરવાનું પણ જણાવ્યું હતું.

મોરબીના વડવાળા યુવા સંગઠનની તાજેતરમાં અષાઢી બીજના પાવન અવસરે મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે કોરોબારી બેઠક મળી હતી. જેમાં આ કારોબારીમાં ૭૧ સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. જ્યારે વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે જાણીતા દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રબારી સમાજના અગ્રણીઓ સોહનભાઈ રગીયા, મોતીભાઈ કરોતરા, રાયમલભાઈ રબારી, ભરતભાઇ રબારી, હીરાભાઈ ખાંભલા, ધારાભાઈ ટમાંરિયા સહિતના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દેવેનભાઈની વરણીને ઉમળકાભેર વધાવી હતી.

- text

આ પ્રસંગે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રબારી સમાજમાં જે મને મોભાદાર પદનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ હું સમાજનો ઋણી છું અને સમાજે જે મારા ઉપર વિશ્વાસ મુક્યો છે. તે પુરી નિષ્ઠાની નિભાવીશ. તેમજ રબારી સમાજમાં ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ઉતરોતર વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો કોલ આપ્યો હતો. તેમજ રબારી સમાજમાં શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો અને આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન કરવાનું પણ જણાવ્યું હતું.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text