આમરણમાં હઝરત દાવલશાહ પીરના ઉર્ષની ઉજવણી રદ

- text


મોરબી : મોરબી જિલ્લાના આમરણ ગામમાં હઝરત દાવલશાહ પીરના ઉર્ષની ઉજવણી કોરોના મહામારીના કારણે રદ કરવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ પાલન સાથે માત્ર ખાદીમો દ્વારા સંદલ વિધિ જ કરવામાં આવશે.

આમરણ ગામમાં હઝરત દાવલશાહ પીરની આ વર્ષે પરંપરાગત 527માં ઉર્ષની ઉજવણી છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈનને અનુસરીને ઉજવણી માટે મંજુરી મેળવેલ નથી. જેથી, તા. 23/06/2021ને બુધવારના રોજ ઉર્ષની ઉજવણી મોકુફ રાખેલ છે. દાવલશાહ પીરના ખાદીમો દ્વારા સંદલ વિધિ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને કરવામાં આવશે. તેમજ રાત્રીના કરફ્યુનો નિયમ હોવાથી દિવસ દરમ્યાન દીદાર અર્થે દરગાહ શરીફ ખુલ્લી રખાશે. તો આવનાર યાત્રાળુઓ ડિસ્ટન્સનનુ પાલન થાય તે રીતે સલામ માટે આવી શકશે. તેમ દાવલશાહ પીરના ટ્રસ્ટના પ્રમુખ મુનાફ ભાઈ જુણેઝાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text

- text