ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોનાના ભાવમાં રૂ.305 અને ચાંદીમાં રૂ.980નો ઉછાળો, ક્રૂડ તેલમાં પણ તેજી

- text


કપાસ, કોટન, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો : મેન્થા તેલ ઢીલુ

બુલડેક્સ ફ્યુચર્સમાં 93 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 129 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,69,528 સોદાઓમાં કુલ રૂ.12,373.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઝડપી ઉછાળો હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.305 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.980 ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું, જ્યારે એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારા સામે મેન્થા તેલ ઢીલું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 93 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 129 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 1,01,539 સોદાઓમાં કુલ રૂ.5,826.97 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,049ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,225 અને નીચામાં રૂ.48,917ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.305 અથવા 0.62 ટકા વધી રૂ.49,126ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.172 અથવા 0.44 ટકા વધી રૂ.39,457 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 અથવા 0.45 ટકા વધી રૂ.4,875ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,975 ખૂલી, રૂ.313 અથવા 0.64 ટકા વધી રૂ.49,120ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.72,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,147 અને નીચામાં રૂ.72,460ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.980 અથવા 1.36 ટકા વધી રૂ.72,878ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.950 અથવા 1.32 ટકા વધી રૂ.72,874 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.949 અથવા 1.32 ટકા વધી રૂ.72,876ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 36,925 સોદાઓમાં કુલ રૂ.2,302.49 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,993 અને નીચામાં રૂ.4,900ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.106 અથવા 2.18 ટકા વધી રૂ.4,976 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.10 અથવા 0.95 ટકા વધી રૂ.223.90ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 3,045 સોદાઓમાં રૂ.435.87 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1269ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1308 અને નીચામાં રૂ.1269ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.14 અથવા 1.09 ટકા વધી રૂ.1296ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો 1 ગાંસડીદીઠ રૂ.23,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.23,750 અને નીચામાં રૂ.23,400ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.140 અથવા 0.59 ટકા વધી રૂ.23,730ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોગ્રામદીઠ રૂ.1122ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1135 અને નીચામાં રૂ.1108.10ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.6.70 અથવા 0.6 ટકા વધી રૂ.1129.40ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 100 કિલોગ્રામદીઠ રૂ.74 અથવા 0.44 ટકા વધી રૂ.17,043 અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.4 અથવા 0.44 ટકા ઘટી રૂ.914.70ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,272 સોદાઓમાં રૂ.2,113.78 કરોડનાં 4,267.016 કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં 84,267 સોદાઓમાં સોદાઓમાં કુલ રૂ.3,713.19 કરોડનાં 509.711 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.296.85 કરોડનાં 15,075 ટન, જસતના વાયદાઓમાં રૂ.373.99 કરોડનાં 15,625 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,361.20 કરોડનાં 17,643 ટન, નિકલના વાયદાઓમાં રૂ.736.56 કરોડનાં 5,517 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.144.76 કરોડનાં 8,395 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,711 સોદાઓમાં રૂ.1,252.97 કરોડનાં 25,30,100 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,214 સોદાઓમાં રૂ.1,049.52 કરોડનાં 4,67,35,000 એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ..23 કરોડનાં 36 મેટ્રિક ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં 664 સોદાઓમાં રૂ.58.26 કરોડનાં 24,625 ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,278 સોદાઓમાં રૂ.373.55 કરોડનાં 33,390 મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,652.072 કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 529.616 ટન, એલ્યુમિનિયમ 13,475 ટન, જસત 12,660 ટન, તાંબુ 11,4950 ટન, નિકલ 2,7930 ટન, સીસું 6,145 ટન, ક્રૂડ તેલ 12,10,400 બેરલ્સ અને નેચરલ ગેસ 2,65,93,750 એમએમબીટીયૂ તેમ જ કપાસ 76 ટન, મેન્થા તેલ 48.6 ટન, રબર 236 ટન, રૂ (કોટન) 1,91,525 ગાંસડી, સીપીઓ 67,770 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,600 સોદાઓમાં રૂ.137.40 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 891 સોદાઓમાં રૂ.80.79 કરોડનાં 1,050 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 709 સોદાઓમાં રૂ.56.61 કરોડનાં 737 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 838 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 744 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,351ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,433 અને નીચામાં 15,340ના સ્તરને સ્પર્શી, 93 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 102 પોઈન્ટ અથવા 0.67 ટકા વધી 15,389ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,300ના સ્તરે ખૂલી, 129 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 42 પોઈન્ટ અથવા 0.27 ટકા વધી 15,342ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 9,538 સોદાઓમાં રૂ.756.93 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.87.96 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.104.23 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.564.74 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.710 ખૂલી, ઊપરમાં રૂ.832 અને નીચામાં રૂ.710 રહી, અંતે રૂ.111.50 અથવા 16.4 ટકા વધી રૂ.791.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.75,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.1,000 ખૂલી, ઊપરમાં રૂ.1,241 અને નીચામાં રૂ.1,000 રહી, અંતે રૂ.137.50 અથવા 14.6 ટકા વધી રૂ.1,079 થયો હતો.

ક્રૂડ તેલ જૂન રૂ.5,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.99.90 ખૂલી, ઊપરમાં રૂ.145.90 અને નીચામાં રૂ.99.90 રહી, અંતે રૂ.50.10 અથવા 56.1 ટકા વધી રૂ.139.40 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.372 ખૂલી, ઊપરમાં રૂ.372 અને નીચામાં રૂ.315 રહી, અંતે રૂ.57 અથવા 13.87 ટકા ઘટી રૂ.354 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોગ્રામદીઠ રૂ.897 ખૂલી, ઊપરમાં રૂ.897 અને નીચામાં રૂ.664 રહી, અંતે રૂ.303.50 અથવા 29.96 ટકા ઘટી રૂ.709.50 થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.4,900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.150 ખૂલી, ઊપરમાં રૂ.150 અને નીચામાં રૂ.113.20 રહી, અંતે રૂ.40.60 અથવા 24.92 ઘટી રૂ.122.30 થયો હતો.

- text