ઇંગ્લીશ દારૂના ચપલા સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના જુના મકનસર ગામ નજીક પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂના ચપલા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 27ના રોજ જુના મકનસર જવાના રસ્તે સંજયભાઇ સાધાભાઇ સવસેટા (ઉ.વ. 23)ને આધાર વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ચપલા 5 નંગ (કિ.રૂ. 500) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સંજયભાઇ પાસેથી વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. તેમજ આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text