મોરબીમાં આવતીકાલથી વિનામૂલ્યે લીલા નાળિયેર અને સંતરાનું વિતરણ

- text


સિરામિક ઉદ્યોગપતિઓના સહકારથી જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયાએ વિશાળ જથ્થો મંગાવ્યો

મોરબી : કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી લીલા નાળિયેર અને સંતરાના બેફામ કાળા બજાર થતા હોય જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયાએ સિરામિક ઉદ્યોગપતિઓના સહયોગથી આંધ્રપ્રદેશથી લીલા નાળિયેર અને મહારાષ્ટ્રથી સંતરાનો જથ્થો મંગાવ્યો છે. જેનું આવતીકાલથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

- text

મોરબી જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા દ્વારા આંધ્રપ્રદેશથી 35,000 લીલા નારિયેળ અને મહારાષ્ટ્રથી 10,000 કિલો સંતરા હોલસેલમાં મંગાવવામાં આવ્યા છે. અને આવતીકાલથી મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, હળવદ,માળીયા મી. સીવીલ હોસ્પીટલમાં વિનામૂલ્યે નારિયેળ અને સંતરા વિતરણ કરવામાં આવશે.

લીલા નાળિયેર અને સંતરાની વિતરણ વ્યવસ્થામા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દરેક દર્દી સુધી પહોંચાડવા માટે મદદ કરશે. આ સેવામાં મુકેશભાઈ કુંડારીયા, સતિષભાઈ બોપલીયા (સોલોગ્રેસ સીરામીક), દિલીપભાઈ આદ્રોજા (મેટ્રો ગ્રુપ), અનિલભાઈ વડાવિયા તેમજ ઘણા ઉદ્યોગકારોની મદદ મળી હોવાનું યાદીમાં જણાવાયું છે.

- text