ટંકારાના નેસડા-સુરજી ગામે દીપડો દેખાયો, ગ્રામજનોમાં ફફડાટ

- text


ફોરેસ્ટ ઓફિસરે દીપડાના સગડ હોવાની પુષ્ટિ આપી, ફોરેસ્ટ ટીમ ઘટનાસ્થળે દોડી જઈને દીપડાને પકડવા પાંજરું મુકવાની કવાયત હાથ ધરી

ટંકારા : ટંકારા તાલુકાના નેસડા-સુરજી ગામે આજે દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે. ગામની કેનાલ નજીક દીપડો દેખાયો હોવાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું છે અને ફોરેસ્ટ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને પ્રાથમિક તપાસ કરી દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની કવાયત હાથ ધરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના લતીપર રોડ ઉપર સાવડી-સરાયા ગામ નજીક આવેલ નેસડા-સુરજી ગામથી નીકળતી કેનાલ નજીક આજે સાંજે દીપડાએ દેખા દીધી હતી. ગ્રામજનોને દીપડો જોવા મળતા તેઓએ તુરંત જ આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જેના પગલે ફોરેસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફોરેસ્ટ ઓફિસર કુંડારિયા સહિતની પાંચ ફોરેસ્ટરની ટોમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે નિરીક્ષણ અને પ્રાથમિક તપાસના અંતે ફોરેસ્ટ ઓફિસર કુંડારિયાએ દીપડાના સગડ મળ્યા હોવાની પુષ્ટિ આપી હતી.

- text

જો કે ફોરેસ્ટના એક કર્મચારીએ ગામની કેનાલના નાલમાં સાંજ સુધી દીપડો દેખાયો હોવાનું જણાવ્યું હતું. તેમજ ફીરેસ્ટ ટીમને દીપડાના સગડના પુરવા હાથ લાગ્યા છે. પરંતુ અંધારું થતાની સાથે દીપડો ત્યાંથી નાસી છૂટ્યો છે અને દીપડો ગામના વિડી વિસ્તારમાં ચાલ્યો ગયો હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. ફોરેસ્ટ ટીમની હાજરીમાં જ દીપડો દેખાયા બાદ ફોરેસ્ટ ટીમે હાલ દીપડાને પકડવા માટે રાજકોટથી પાંજરું મંગાવ્યું છે અને આ ગામમાં રાત્રીના સમયે ફીરેસ્ટના 5 ના સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યા છે. નેસડા સુરજી ગામે જે કેનાલ પાસે દીપડો દેખાયો હતો. ત્યાં પાંજરું મૂકીને રાતભર દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરાશે. હાલ ગામલોકોમાં ભય ન ફેલાય તે માટે જલ્દીથી દીપડો પકડાય તે માટે હાલ ફોરેસ્ટ તંત્ર દ્વારા પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે.

- text