દૈનિક પાંચ લાખથી વધુ વાંચકો સાથે મોરબી અપડેટનો પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ

- text


ચાર વર્ષની સફર દરમિયાન સચોટ, સટીક અને વિશ્વસનીય સમાચાર આપી મોરબી અપડેટ મોરબી જિલ્લાના વાંચકોની પહેલી પસંદની સાથે જિલ્લા કક્ષાનું ગુજરાતનું નંબર વન ન્યુઝ નેટવર્ક બન્યું

મોરબી અપડેટના સચોટ સમાચારો અને ક્રિએટિવ કન્ટેન્ટની ફેસબુક કંપનીએ વિશેષ નોંધ લઈ મોરબી અપડેટના ફેસબુક પેઇજને વિશેષ દરજ્જો આપી ડેવલપમેન્ટ માટે પેકેજ ફાળવ્યુ


મોરબી : મોરબી અપડેટે આજે 24 એપ્રિલ, 2021ના રોજ ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. મોરબી અપડેટની શરૂઆત એક નાના કદમથી તા. 24 એપ્રિલ, 2017ના રોજ કરવામાં આવી હતી. એક અલગ અંદાજ સાથે માત્રને માત્ર મોરબી જિલ્લાના નાનામાં નાના સમાચારથી લઈ તમામ ક્ષેત્રના સમાચારોને તટસ્થ, સચોટ, સટીક અને વિશ્વસનીયતાપૂર્વક જન-જન સુધી પહોંચાડવાની નેમ સાથે ટીમ મોરબી અપડેટ 24×7 પ્રયત્નશીલ રહી છે. મોરબી અપડેટની ટીમે સતત અને સત્ય સમાચારોની સાથે વાચકોનો વિશ્વાસ અને દિલ પણ જીત્યું છે. મોરબી અપડેટ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કક્ષાનું પાંચ લાખથી વધુ વાચકો સાથેનું નંબર વનના ટોચના સ્થાને બિરાજમાન થયું છે. આ સાથે વિશેષ બાબત એ છે કે મોરબી અપડેટના સતત સચોટ સમાચારો અને ક્રિએટિવ કન્ટેન્ટની ફેસબુક કંપનીએ પણ વિશેષ નોંધ લઈ મોરબી અપડેટના ફેસબુક પેઇજને વિશેષ દરરજો આપી ડેવલપમેન્ટ માટે વિશેષ પેકેજ ફાળવ્યુ છે.

મોરબી જિલ્લાના સમાચારોને જ પ્રાધાન્ય આપી છેલ્લા ચાર વર્ષથી ખરા અર્થમાં લોકહૃદયમાં બિરાજમાન થયેલ મોરબી અપડેટે વાંચકોના અપાર પ્રેમને કારણે આજે પાંચમા વર્ષમાં સફળતાપૂર્વક મંગળ પ્રવેશ કર્યો છે. 2017 પછી મોરબીની મીની જળ હોનારત હોય કે પછી જળ સમસ્યા હોય કે મોરબીના લોકોને સ્પર્શતી કોઈપણ બાબત હોય, કોરોનાની મહામારી કે અન્ય આપત્તિના સમયમાં મોરબી અપડેટ હંમેશા સત્યના માર્ગે ચાલી પ્રજાજનોના અવાજને બુલંદ બનાવી સરકારનો કાન આમળવાનું કદી ચૂક્યું નથી અને એટલે જ તો આજે પાંચ વર્ષમાં મોરબી અપડેટ દૈનિક નિયમિત પાંચ લાખ વાંચકોના મોટા પરિવાર સાથે જિલ્લા કક્ષાનું નંબર વનનું સ્થાન મેળવ્યું છે. આજે ફેસબુકમાં ત્રણ લાખ, મોરબી અપડેટની એપ્લિકેશનમાં બે લાખ ઉપરાંત વેબસાઇટ પર દરરોજ એક લાખથી વધુ તેમજ 1 લાખથી વધુ વોટ્સએપ યુઝર્સ મોરબી અપડેટ સાથે રોજિંદા જોડાયેલ છે. તદુપરાંત, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ સહિતના માધ્યમથી પણ વિશાળ સંખ્યામાં લોકો મોરબી અપડેટ સાથે સતત જોડાયેલ રહ્યા છે.

- text

એક અંદાજ મુજબ આજે મોરબી જિલ્લાના દર દસ મોબાઈલધારકો પૈકી 8 મોબાઈલમાં મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ છે. ઉપરાંત, વોટ્સએપ ગ્રુપ મારફતે પણ લોકો બહોળા પ્રમાણમાં મોરબીની પળેપળની હલચલથી માહિતગાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે મોરબી અપડેટે પણ હમેંશા લોકોમાં વિશ્વાસ બન્યો રહે તેવા સચોટ અને વિશ્વસનીય સમાચાર જ પ્રસિદ્ધ કરવાની પોતાની નેમ જાળવી રાખી છે અને લોકોની દરેક સમસ્યાનો ઉકેલ લાવવા હર સંભવ પ્રયાસ કરતું રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે.

અત્રે નોંધનીય છે કે મોરબી અપડેટ માત્ર સમાચાર આપીને જ સંતોષ માનવાને બદલે સાચા અર્થમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ પ્રયત્નશીલ રહ્યું છે. મોરબીને એક અલગ ઓળખ અપાવનાર, વૈચારિક ક્રાંતિ માટે જરૂરી મોરબી યુવા જ્ઞાનોત્સવ તેમજ અન્ય સેવાકીય કાર્યો અને આયોજનમાં ચાવીરૂપ ભૂમિકાની સાથે અતિભારે વરસાદ હોય કે પછી એક વર્ષ પહેલાના લોકડાઉન દરમિયાન તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન કરવા માટે મોરબી અપડેટે હંમેશા કડીરૂપ બનવાના પ્રયાસો કર્યા છે. જ્યારે હાલની કોરોના મહામારીમાં તંત્રને આડેહાથ લઇ મોરબીની ગંભીર વાસ્તવિકતા તંત્ર સમક્ષ મૂકી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મોરબી સુધી દોડતા કરવા, મોરબીને કોરોના ટેસ્ટિંગ લેબ અપાવવા માટે પણ સાચા લોકપ્રહરીની ભૂમિકા મોરબી અપડેટે અદા કરવાની સાથે આદર્શ નિવાસી શાળા ખાતે કોવિડ કેર સેન્ટર સંચાલન કરવામાં પણ અહમ ભૂમિકા નિભાવવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

આજે મોરબી અપડેટ સફળતાના ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે આવનારા દિવસોમાં તમામ ફિલ્ડના સચોટ અને તટસ્થ સમાચારો આપતા રહેવાની સાથે કઈંક નવા અંદાજમાં નવા ક્ષેત્રના સમાચારો આપવા કટિબદ્ધ છે. આ 4 વર્ષની સફર દરમિયાન આપ સૌ વાંચકોના અપાર પ્રેમ અને મોરબી અપડેટની ટીમના દરેક સભ્યોની લગન અને દિલથી નિ:સ્વાર્થ ભાવે કરેલી મહેનતના કારણે આજે મોરબી અપડેટ ગુજરાતનું જિલ્લા કક્ષાનું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે. ત્યારે મોરબી અપડેટને એક નાના બીજમાંથી વટવૃક્ષ બનાવવામાં યોગદાન આપનાર આપ સૌનો ટીમ મોરબી અપડેટ દિલથી આભાર વ્યક્ત કરે છે. તેમજ સાથોસાથ જલ્દીથી મોરબી જિલ્લાની સાથે સમગ્ર ગુજરાત અને દેશમાંથી કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના સાથે કોરોના મહામારીમાં જીવ ગુમાવનારા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવે છે.

હારશે કોરોના… જીતશે મોરબી…

– ટીમ મોરબી અપડેટ વતી આપ સૌનો ઋણી દિલીપ બરાસરા

- text