માળીયા (મી.)માં દેવ સોલ્ટ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રને પલંગ, ગાદલાં અને ઓક્સિજન બાટલાની સહાય

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકામાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. અને હોસ્પિટલોમાં અત્યારે ગંભીર પરિસ્થિતી છે. દાખલ થવા માટે દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. આ લાંબી કતારમાં ઊભું રહેવાનું એક મુખ્ય કારણ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે પલંગોની અછત હોવાનું જણાય છે.

પલંગની અછતને કારણે માળીયા (મી.) તાલુકાના કોઈપણ દર્દીને લાંબી કતારમાં ના ઊભું રહેવું પડે તે માટે સેવાકીય પ્રવૃતિઓ તથા સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેતા દેવ સોલ્ટ પ્રા. લી.ના ચેરમેન ડી. એસ. ઝાલા અને એમ.ડી. હિરેન્દ્રસિંહ ઝાલા દ્વારા માળીયા (મી.)ના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે 10 તબીબી પલંગ, 20 ગાદલાં તથા 2 ઓક્સિજનના બાટલાની સહાય આપવામાં આવી છે. જે બદલ માળીયા (મી.) સામૂહિક આરોગ્ય કેન્દ્રના વહીવટી વિભાગ અને દાખલ દર્દીઓએ દેવ સોલ્ટ પ્રા. લી.નો આભાર વ્યકત કર્યો હતો.

- text

- text