વાંકાનેરમાં આજથી આંશિક લોકડાઉન, બજારો સુમસામ

- text


વાંકાનેર : વાંકાનેરનાં વિવિધ એસોસિએશન દ્વારા આજથી આંશિક લોકડાઉન જાહેર કરાતા ફરી એકવાર પ્રથમ લોકડાઉન જેવા બજારનાં સુમસામ દ્રશ્યો સર્જાયા હતાં.

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલ વિગતો મુજબ વર્તમાન કોરોના મહામારી અનુલક્ષીને વાંકાનેરમાં મોટાભાગના વેપારીઓ દ્વારા આજથી તા. 30 એપ્રિલ સુધી તમામ દુકાનો બપોરે 3 કલાક સુધી જ ખુલ્લી રહેશે. જેમાં કાપડ, કરિયાણા, કટલેરી, સોની, કંસારા, પાન મસાલા અને મોબાઈલ એસોશિયેશનનાં પ્રમુખ દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. તે મુજબ આજે બપોરે 3 વાગ્યા બાદ મુખ્ય બજાર, માર્કેટ ચોક, હરિદાસ રોડ સહિતનાં મુખ્ય માર્ગો સુમસામ બન્યા હતાં અને ફરી એકવાર પ્રથમ લોકડાઉન જેવા દ્રશ્યો સર્જાયા હતા.

- text

ઉપરોક્ત તમામ એસોશિયેશન દ્વારા આજે બપોરે ત્રણ બાદ સજજડ બંધ અને આ તમામ વેપારીઓએ ફરજીયાત બંદ રાખી પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. તે મુજબ મોટા ભાગની દુકાનો બંધ રહી હતી. આ ઉપરાંત, હેર કટિંગ ધંધાર્થીઓ આ બંધમાં જોડાયા ન હોય, તેઓની દુકાનો ખુલ્લી રહી હતી.

- text