મોરબીના પાટીદાર ભામાશા ગોવિંદભાઈ વરમોરા દ્વારા કોવિડ કેર સેન્ટરને રૂ. 1 લાખનું અનુદાન

- text


મોરબી : મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે માટે ખાનગી કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં અનેક ઉદ્યોગપતિઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના પાટીદાર ભામાશા ગોવિંદભાઈ વરમોરા દ્વારા કોવિડ કેર સેન્ટરને રૂ. 1 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના સ્થાપક, પાટીદાર ભામાશા તરીકે જાણીતા અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને રૂ. 1 લાખની ધનરાશિ અર્પણ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જરૂર પડે તો સહાય કરવાની તત્પરતા દાખવી છે.

- text

આ તકે તેઓએ યંગ ઇન્ડિયા ગ્રુપની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે ગ્રુપ દ્વારા કોરોનાના કપરા સમયમાં નાત-જાતના ભેદભાવ વગર સર્વ સમાજ માટે તાત્કાલિક કોરોના કેર સેન્ટર કાર્યરત કર્યું અને ઓકિસજન બેડની સુવિધા ઉપલબ્ધ કરી તે પ્રશંસનીય છે.

- text