વાંકાનેરમાં લીલા નાળિયેરનાં ભાવ આસમાને : ગરીબ દર્દીઓ માટે ખરીદવા મુશ્કેલ

- text


દર્દીઓ માટે આવશ્યક નાળિયેર રૂ. 50થી 80 સુધીમાં વેચાય છે!

વાંકાનેર : વર્તમાન સમયમાં તાવ, શરદી, ઉધરસ ઉપરાંત કોરોનાનાં કેસ વધી રહ્યા છે ત્યારે લીલા નાળિયેર એક ટોનીક સમાન શક્તિવર્ધક ગણાય છે. ત્યારે વાંકાનેરમાં અમુક વેપારીઓ દ્વારા લીલા નાળિયેરનાં કમરતોડ ભાવ લેવાતા હોય ગરીબ દર્દીઓ માટે હવે લીલા નાળિયેર પણ ખરીદવા મુશ્કેલ બન્યા છે.

પ્રથમ લોકડાઉન સમયે વાંકાનેરમાં પાન મસાલા અને ગુટકા માવાનાં રીતસર કાળા બજાર થયા હતા. મોટા વેપારીઓ દ્વારા રીતસર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી. જ્યારે અત્યારે હવે અમુક ફળો અને લીંબુનાં ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં રૂ. 20 થી 30 માં મળતા લીલા નાળિયેર અત્યારે રૂ. 50, રૂ. 60 અને રૂ. 80 નાં એક નંગ સુધીનાં ભાવ તોડાય છે! જ્યારે લીંબુ પણ રૂ. 50નાં 250 ગ્રામનાં ભાવે વેચાય છે! કોરોના મહામારી જેવા કપરા કાળમાં પણ અમુક વેપારીઓ રીતસર ઉઘાડી લૂંટ કરવાની તક ચૂકતા નથી! ત્યારે પ્રશાસન દ્વારા હાલની વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાને લઈ આવી ઉઘાડી લૂંટ ચલાવતા વેપારીઓ ઉપર પણ નિયંત્રણ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

- text

- text