ઉદ્યોગપતિઓની દરિયાદિલી : ઝીલોટ ગ્રુપના ડી.સી. પટેલ દ્વારા રૂ. 10 લાખના ખર્ચે 10,000 રેપીડ કીટનું અનુદાન

- text


રેપીડ ટેસ્ટ કીટની અછત નિવારવા ઉદ્યોગપતિનો સરાહનીય પ્રયાસ : તમામના સહિયારા પ્રયાસથી હવે કોરોનાને હરાવવા મોરબી સજ્જ

મોરબી : દરેક સંકટ સમયે મોરબીના ઉદ્યોગપતિઓએ દેખાડેલી દરિયાદિલીએ સૌ કોઈને દંગ રાખી દીધા છે. ત્યારે હાલ સમગ્ર મોરબી જિલ્લાની જનતાનું આરોગ્ય દાવ ઉપર લાગેલ હોય ત્યારે ઉદ્યોગપતિઓ પાછી પાની થોડીને કરે. કોરોનાનો કહેર જે ગતિએ વધે છે તેનાથી વધુ ગતિએ સહાય કરવાવાળા હાથની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન આજે વધુ એક દાતાએ અધધ રૂ. 10 લાખના ખર્ચે 10 હજાર રેપીડ ટેસ્ટ કિટનું અનુદાન કરી પોતાની ઉદારતાનો પરચો આપ્યો છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો ભયાનક રીતે વધી ગયા છે. બેડ તો ઠીક પણ ટેસ્ટ કરવા માટે રેપીડ ટેસ્ટની કિટો પણ ખૂટવા લાગી છે. જો કે આ કપરી પરિસ્થિતિમાં અનેક ઉદ્યોગપતિઓએ આગળ આવી આર્થિક સહાય કરી મેડિકલ સુવિધાને સઘન બનાવવા કમર કસી છે. ત્યારે રેપીડ ટેસ્ટ કિટની ઘટ ખાળવા માટે પણ જાણીતા ઝીલોટ ગ્રુપના ડી.સી.પટેલ આગળ આવ્યા છે. તેઓએ અંદાજે રૂ. 8થી 10 લાખના ખર્ચે 10,000 રેપીડ ટેસ્ટ કીટ તંત્રને આપવાની જાહેરાત કરી છે.

- text

સાંસદ મોહનભાઇ કુંડારિયા સાથેના સંકલનમાં ડી.સી. પટેલ દ્વારા આ સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જેથી હવે આરોગ્ય વિભાગને રેપીડ ટેસ્ટ કિટની અછત નહિ સર્જાય. ઉલ્લેખનીય છે કે મોરબી ઉપર આવી પડેલી આફત સામે લડવા ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ સંસ્થાઓ તન, મન અને ધનથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે હવે સૌના સહિયારા પ્રયાસથી કોરોના સામેના જંગમાં મોરબી જીત હાંસલ કરે તે દિવસો હવે નજીક છે તેવી આશા જાગી છે.

 

- text