હળવદમાં બજરંગ યુવા ગ્રુપ દ્વારા દર્દીઓને ઓક્સિજન નિઃશુલ્ક પુરો પાડવાનો સેવાયજ્ઞ

- text


નાણું આવશે પણ દાન દેવાનું ટાણું કાયમ નહિ આવે છે! : ઉદાર હાથે દાન આપવા અપીલ

હળવદ: હાલ કોરોના વાયરસએ આપણા વિસ્તારના લોકોને લાચાર બનાવી દીધા છે ત્યારે ઘણા બધા એવા દ્રશ્યો આપણી નજર સામે છે કે લોકો સારવાર માટે દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે હળવદ બજરંગ યુવા ગ્રુપ દ્વારા જરૂરિયાત દર્દીઓને નિશુલ્ક ઓક્સિજનની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.

મોરબીની સાથે-સાથે હળવદમાં પણ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે લોકોને સારવાર માટે દવાખાનામાં પણ જગ્યા મળતી નથી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે હળવદ બજરંગ યુવા ગ્રુપ હળવદના લોકોની વહારે આવ્યું છે. હાલની પરિસ્થિતિમાં સૌથી મહત્વની કહી શકાય તેવી ઓક્સિજનની વ્યવસ્થા આ ગ્રુપ હળવદના લોકોને નિશુલ્ક પુરી પાડી ખરા સમયે માનવતાભર્યું કામ કરવામાં આવી રહ્યું છે.

- text

વધુમાં, બજરંગ યુવા ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું કે દાતાઓના સાથ અને સહકારથી ૧.૩ કે.જી.ના ઓક્સિજનના બાટલા અત્યારે જે કોઈ જરૂરિયાત દર્દીઓ છે તેઓને નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે ઓક્સિજન મેળવવા ડોક્ટરે લેખિત આપવાનું રહેશે. સાથે જ આધાર કાર્ડ પણ આપવાનું રહેશે. તેમજ જરૂરિયાત પૂરી થાય એટલે તુરંત ઓક્સિજનના સિલિન્ડર દર્દીના સગા એ નિયત સ્થળે પહોંચાડવાનુ રહેશે.

ઉદાર હાથે દાન આપવા અપીલ : બજરંગ યુવા ગ્રુપ

લોકોને જરૂરિયાત સમય ઓકિસજનની વ્યવસ્થા પૂરી પાડતા બજરંગ યુવા ગ્રુપના યુવાનો દ્વારા લોકોને ઉદાર હાથે દાન આપવા પણ અપીલ કરી છે. જેથી, હળવદના દરેક સેવાભાવી યુવાનો ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે પણ દાન આપે તેવો અનુરોધ કરાયો છે.

ઓક્સિજનના સિલેન્ડર મેળવવા અને દાન આપવા આ નંબર પર કોન્ટેક્ટ કરવો.

(૧)જીજ્ઞેશભાઈ પટેલ- ૯૮૭૯૭૮૭૦૯૮
(૨)સંદિપભાઈ પટેલ- ૯૯૨૫૬૬૯૯૯૦
(૩)તપનભાઈ દવે- ૯૭૨૭૩૬૬૧૦
(૪)જયેશભાઇ – ૯૭૨૭૨૧૮૮૮૮
(૫)રવિભાઈ પટેલ-૮૦૦૦૮૪૮૪૪૪
(૬)યોગેસભાઈ જાલોરીયા- ૮૪૬૦૧૦૦૦૪૫
(૭)રાજુભાઇ પટેલ -૯૭૨૬૯૨૨૨૩૪

 

- text