મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે બેડ અને રેમડીસીવર ઇન્જેક્શનની અછત નિવારવાની માંગ

- text


જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ દ્વારા સીએમ, ડે.સીએમ અને આરોગ્ય મંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં કોરોનાની સ્થિતિ વિકટ અને ભયાનક છે. સરકારી કે ખાનગી સહિત તમામ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે બેડ જ મળતી નથી. ઉપરથી કોરોનાની સારવાર માટેના મહત્વના રેમડીસીવર ઇંજેક્શનની મોટી અછત છે. રેમડીસીવર ઇંજેક્શન મળતા ન હોવાથી દર્દીઓની પરિસ્થિતિ નાજુક બની છે. આથી, આવી કટોકટીભરી પરિસ્થિતિ નિવારવા માટે બેડ તેમજરેમડીસીવર ઇંજેક્શનો પૂરતા પ્રમાણમાં ફાળવવા માટે જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ સીએમ સહિતનાને રજુઆત કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ છગનભાઇ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ મોરબીની.મુલાકાત લીધી હતી. ત્યારે પરિસ્થિતિની સમીક્ષા કરીને મોરબીમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે લેબ ચાલુ કરવા જણાવ્યું હતું અને આ કોરોના ટેસ્ટ માટેની લેબોરેટરી ચાલુ થઈ ગઈ છે. પરંતુ કોરોનાની પરિસ્થિતિ હજુ ખરાબ છે.

- text

ખાસ કરીને કોરોનાના દર્દીઓ ઉતરોતર વધતા હોવાથી સરકારી કે ખાનગી એકેય હોસ્પિટલમાં બેડ જ ખાલી નથી. દર્દીઓની નાજુક પરિસ્થિતિ વચ્ચે તેમના સગાઓને હોસ્પિટલમાં બેડ માટે જ્યાં ત્યાં ભટકવું પડે છે. તેમ છતાં પણ બેડ મળતી નથી. આટલું ઓછું હોય તેમ કોરોનાની સારવાર માટેના મહત્વના રેમડીસીવર ઇજકેશનોની મોટી અછત ઉભી થઇ છે. આ ઇંજેક્શનો ન મળતા દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ છે. આથી તમામ હોસ્પિટલમાં બેડ તેમજ રેમડીસીવર ઇંજેક્શનોની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. વધુમાં જે જગ્યાએ રેમડીસીવર ઇંજેક્શનો ઉપલબ્ધ છે. તે જગ્યાએ તથા આર.ટી.પી.સી.આર પોઝિટિવ રિપોર્ટનો આધાર ન હોય તો ઇંજેક્શન આપતા નથી. રિપોર્ટ અવવામાં ઘણો સમય વીતી જાય છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જાય છે. તો આવા કિસ્સામાં ડોકટરના અભિપ્રાયના આધારે દર્દીઓને ઇજેકશન આપવાની માંગ કરી છે.

- text