વાંકાનેર પાસે દૂધના કેનમાં દારૂ છુપાવી ખેપ મારતો શખ્સ ઝડપાયો : 84 બોટલ પકડાઇ

- text


તાલુકા પોલીસની કામગીરી : રૂ. 57 હજારનો મુદ્દામાલ કબ્જે

મોરબી : વાંકાનેરના ભલગામ નજીક દુધના કેનમાં છુપાવેલ 84 બોટલ દારૂ સાથે તાલુકા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે રૂ. 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ભલગામના પાટિયા પાસે જીગ્નેશભાઈ ઉર્ફે જીગો ખેંગારભાઈ શરસિયા ઉ.વ. 35 રહે. રાજકોટ દૂધના કેનમાં ઈંગ્લીશ દારૂની 84 બોટલ કિંમત રૂ. 25,200 ભરીને નીકળ્યો હોય પોલીસે તેને પકડી પાડી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 57,200નો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text