રંગપરમાં વિદેશી દારૂની 20 બોટલો ભરેલ રીક્ષા ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં વિદેશી દારૂની 20 બોટલો ભરેલ રીક્ષા ઝડપાઇ છે. પોલીસે રૂ. 7500નો મુદામાલ કબ્જે કર્યો છે.

- text

ગઈકાલે તા. 11ના રોજ રંગપર ગામમાં પાવડીયારી કેનાલ ઉપર પાવન મિનરલ્સ સામેથી પસાર થતી રિક્ષા ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની 20 બોટલો (કિં.રૂ. 7500) રાખેલ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને રીક્ષા સહીત (કિ.રૂ. 77,500)નો કુલ મુદામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે નિલેશભાઇ કનુંભાઇ મહલીયા અને કરન લાલુભાઇ થરેશા સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

- text