કોરોનો વિસ્ફોટ વચ્ચે પાટીદાર કોવિડ કેર સેન્ટર હાઉસફુલ

- text


મુખ્યમંત્રી કહે છે પરિસ્થિતિ નિયંત્રણમાં અને 24 કલાક કરતા ઓછા સમયમાં જ 300 બેડ ફૂલ

મોરબી : મોરબીના જિલ્લા વહીવટી તંત્રની જેમ મુખ્યમંત્રી રૂપાણીએ આજે મોરબીની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર કર્યું છે તેવા સમયે જ અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અને 24 કલાક કરતા ઓછા સમયમાં જ પાટીદાર કોવિડ કેર સેન્ટરના તમામ 300 બેડ ફૂલ થઈ ગયા છે તે જોતા હાલ મોરબીમાં કોરોના બેકાબુ બન્યાનું સ્પષ્ટ બન્યું છે.

ગઈકાલે મોરબીના જોધપર નદી ખાતે પાટીદાર સેવા સમાજ દ્વારા 300 બેડના કોવિડ કેર સન્ટરનો શુભારંભ કર્યા બાદ આજે બપોર સુધીમાં આ કોવિડ કેર સેન્ટરમાં 165 જેટલા કોરોનાના દર્દીઓને આઇસોલેટ કરાયા હતા અને બપોર બાદ બાકીના તમામ બેડ પણ ફૂલ થઈ જતા હાલમાં પાટીદાર કોવિડ કેર સેન્ટરમાં હાઉસફુલની સ્થિતિ સર્જાઈ છે.

પાટીદાર કોવિડ કેર સેન્ટરના સંચાલક એ.કે.પટેલ સાથે વાતચીત કરતા તેઓએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે 24 કલાક જેટલા સમયમાં જ 300 કોરોનાના દર્દીઓ અહીં એડમિટ થતા હવે નવા પેશન્ટને સમાવી શકાય તેવી સ્થિતિ નથી. ઉપરાંત હાલમાં આ સંસ્થામાં વધુ બેડ ઉમેરી શકાય તેમ ન હોવાનું પણ તેમને જણાવ્યું હતું.

- text

- text