મોરબી સિવિલ માટે ઓક્સિજન લાવતી ગાડી પલ્ટી ગઈ : સિવિલમાં ઓક્સિજન ખૂટી પડવાની અણીએ

- text


મુખ્યમંત્રીની મોરબી મુલાકાતની ગણતરીની કલાકોમાં જ સિવિલ હોસ્પિટલની લાપરવાહી સામે આવી : ઇમરજન્સી સ્ટોક જ ન રાખ્યો

મોરબી : મોરબીમાં કોરોનાની આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલ માટે ઓક્સિજન લઈને આવતી ગાડી હરબટિયાળી નજીક પલ્ટી જતા સિવિલમાં ઓક્સિજનનો જથ્થો ખુટવાની અણીએ પહોંચી જતા ઓક્સિજન ઉપર રહેલા દર્દીઓને ઓક્સિજનની કંઈ જોવા મળી રહી છે. નિયમ મુજબ હોસ્પિટલ તંત્રને ઇમરજન્સી ઓક્સિજન સ્ટોક રાખવો જોઈએ પરંતુ સિવિલમાં ઓક્સિજનનો અનામત જથ્થો ન રખાતા મુખ્યમંત્રીની વિદાય સાથે જ નવી ઉપાધિ આવી પડી છે.

જાણવા મળતી વિગતો મુજબ હાલમાં મોરબીમાં કોરોના પ્રકોપ ચરમ સીમાએ પહોંચતા હોસ્પિટલો ટૂંકી પડી રહી છે આ સંજોગોમાં ગરીબ દર્દીઓના આશરા સમાન સિવિલ હોસ્પિટલ કો-ઓર્ડિનેશનના અભાવે હાલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પાડવાનું અણીએ હોવાનું સામે આવ્યું છે દરરોજ સિવિલ હોસ્પિટલમાં 250થી 300 ઓક્સિજન સિલિન્ડર આવે છે પરંતુ આ જથ્થામાંથી કટોકટીના સમય માટે ઓક્સિજનના સિલિન્ડર રાખવામાં ન આવતા દર્દીઓ ઉપર આફત આવી પડી છે.

બીજી તરફ મોરબી સિવિલ હોસ્પિટલ માટે ઓક્સિજનનો જથ્થો લઈને આવી રહેલ વાહન હરબટિયાળી નજીક પલ્ટી મારી જતા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાય ચેન તૂટી છે અને અળખાય છે ત્યારે 4.11 વાગ્યે ગણતરીની મિનિટ સુધી ચાલે તેટલો ઓક્સિજન જ બચ્યો હોવાનું બહાર આવ્યું છે આ સંજોમાં અત્યારે તો સિવિલમાં ઓક્સિજન ઉપર રહેલા દર્દીઓ માટે ભગવાન જ છેલ્લો સહારો રહ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

- text

- text