ટંકારા બેઠક ઉપર કોંગ્રેસનો કચ્ચરઘાણ કાઢશે ભાજપના ધારદાર ધારાશાસ્ત્રી સંજય ભાગીયા

- text


કોંગ્રેસના કડવા પાટીદાર ઉમેદવાર સામે ભાજપના કાયદાશસ્ત્રી ઉમેદવાર મતોનું ધ્રુવીકરણ કરવામાં માહિર નીવડશે

ટંકારા : ટંકારા જીલ્લા પંચાયતના ચૂંટણી જંગમાં ભાજપના ધારદાર ધારાશાસ્ત્રી ઉમેદવાર સંજય ભાગિયા અને ટીમ ભાજપની મહેનત રંગ લાવી રહી છે અને ઝંઝાવાતી પ્રચારકાર્ય દરમિયાન જ કોંગ્રેસનો કચ્ચરઘાણ નીકળી જાય તેવો કેસરિયો માહોલ સમગ્ર ટંકારા તાલુકામાં જોવા મળી રહ્યો છે.

આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મહાનગર પાલિકાની જેમ જ કોંગ્રેસનો સફાયો કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયદા નિષ્ણાંત અને ટંકારા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એવા સંજય ભાગિયાને મેદાને ઉતરતા અનોખો ચૂંટણી માહોલ જામ્યો છે. ભાજપ દ્વારા જનજન સુધી વિકાસયાત્રા લઈ જવામાં આવી છે, ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં કિશાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોના રાત ઉજાગર બંધ થયા હોય ભાજપ સરકારના આવા ઉદાર નિર્ણયને ઠેર – ઠેર આવકાર મળવાની સાથે છેલ્લા પાંચેક વર્ષમાં કોંગ્રેસનો ગઢ ગણાતા ટંકારા તાલુકામાં હવે લોકો કોંગ્રેસના લુણાને ઉખાડી ફેંકવા મતદારોએ નીર્ધાર કર્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

ભાજપના સંગઠન માળખામાં મહામંત્રી તરીકે સુપેરે જવાબદારી નિભાવી ટંકારા તાલુકામાં સંગઠન માળખું મજબૂત બનાવનાર સંજય ભાગિયાને પક્ષ દ્વારા જિલ્લા પંચાયતની ટંકારા બેઠક જીતવાની જવાબદારી સોંપતા સ્થાનિક કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચૂંટણી પ્રચારયાત્રામાં પણ ગામે – ગામથી સંજયભાઈને જીત આવવા મતદારો સ્વયંભૂ કોલ આપી રહ્યા છે, એકંદરે ટંકારા તાલુકામાં હાલ ભાજપનો અજબ – ગજબ માહોલ જોવા મળી રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે ટંકારા જિલ્લા પંચાયતની બેઠક હેઠળ ટંકારા-૧, ટંકારા-૨, ટંકારા-૩, હરબટીયાળી, મિતાણા, નેકનામ મળી તાલૂકા પંચાયતની છ બેઠકોનો સમાવેશ થાય છે ત્યારે લેઉવા પટેલ મતદારોનું પ્રભુત્વ ધરાવતા આ મતક્ષેત્રમાં કોંગ્રેસે કડવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારતા ભાજપના ધારદાર ધારાશાસ્ત્રી અને સમગ્ર પંથકમાં લોકલાડીલ એવા સંજય ભાગિયા મતનું ધ્રુવીકરણ કરાવી આ વખતે ભારે બહુમતી સાથે ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ ભાજપના કાર્યકર્તાઓથી લઈ દિગજ્જ અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે.

નાની વયે મોટુ નામ ધરાવતા સંજયભાઈ સ્વ. એમ આર ભાગિયા એજયુ. એન્ડ. ચેરીટેબલ ટ્રસ્ટ મિતાણાના પ્રમુખ છે તો ટંકારા પિપલ્સ શરાફી સહકારી મંડળીના ચેરમેન ઉપરાંત મોરબી જિલ્લાની CWC ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સક્રિય સભ્ય છે નોંધનીય છે કે, ટંકારાને તિર્થક્ષેત્ર જાહેર કરવાની મુહીમ ઉપાડવાની શરૂઆત પણ ભાજપના ઉમેદવાર અને યુવા નેતા સંજય ભાગિયાએ ઉપાડવાની સાથે ટંકારાના પ્રજાજનોને રાંધણગેસના બાટલા માટે મોરબી-રાજકોટના ધક્કા બંધ કરાવવા ઈન્ડિયન ગેસ એજન્સી લાવવામાં પણ તેમનું યોગદાન અનેરું સાબિત થયું છે.

- text