ટંકારામાં બોધોત્સવ સાદગીપૂર્વક ઉજવાશે, માત્ર આમંત્રિત મહેમાનો હાજર રહેશે

- text


ટંકારા : ટંકારામાં મહાશિવરાત્રીના દિવસે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો બોધોત્સવ પર્વ વર્ષોથી ઉજવવામાં આવે છે. જે અંતર્ગત તા. 9, 10 અને 11 માર્ચ એમ ત્રિદિવસીય બોધોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ વર્તમાન સ્થિતિને અનુલક્ષીને કોરોના કાળને કારણે વહીવટી તંત્રની મંજૂરી ન હોવાથી આ વર્ષે માત્ર ગુરૂકુલના બ્રહ્મચારી ભાઈઓ અને આમંત્રિત મહેમાનો સાથે જ ઉજવણી કરવાનું ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આ ત્રિદિવસીય મહોત્સવમાં ૐ ધ્વજને લહેરાવામાં આવશે. અને ઋષી ગાથાનું ગાન કરાશે. જેનુ પ્રસારણ સોશ્યલ મિડીયા મારફતે જોઈ શકાશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે બોધોત્સવમાં દેશના અલગ-અલગ રાજયોમાંથી આર્ય સમાજના લોકો ઉમટી પડે છે . તેમજ ગત વર્ષે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

- text