મોરબીમાં ટ્રેક્ટર હડફેટે લેતા બાઇકચાલક યુવાનનું મોત

- text


અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક ફરાર

મોરબી: શહેરના મણીમંદિર નજીક બાઈકચાલકને હડફેટે લઈ મોત નિપજાવી ટ્રેકટર ચાલક ફરાર થઈ જતા એ.ડિવિઝન પોલીસે ટ્રેક્ટરના નંબરને આધારે ફરાર ટ્રેકટર ડ્રાઈવરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના મણીમંદિર નજીક ટ્રેકટર નંબર GJ 03-SS- 4730ના ચાલકે પુરઝડપે અને બેદરકારી દાખવી ટ્રેકટર ચલાવતા 20 વર્ષીય બાઇક ચાલક બીપીન દામજીભાઈ નકુમ (રહે. હાલ ઉમા ટાઉનશીપ)ને હડફેટે ચડાવતા બીપીનભાઈનું મોત નીપજ્યું હતું. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે.

મૃતક યુવાન બાઇક ચાલકના પિતા દામજીભાઈ કાનજીભાઈ નકુમ રહે. ઠાકર શેરડી ગામ, જિલ્લો દેવ ભૂમિ દ્વારકાની ફરિયાદ પરથી એ. ડીવી.માં નોંધાયેલી ફરિયાદને આધારે પી.એસ.આઈ. વી.આર. શુકલે ટ્રેકટર નંબરના આધારે આર.ટી ઓ.માંથી વિગતો મેળવી નાસી છૂટેલા ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતે મોત નિપજાવવાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text