મોરબી પાલિકામાં કોંગ્રેસે વધુ બે બેઠકો ગુમાવી

- text


વોર્ડ નંબર-6માં દેવજીભાઈ પરમાર અને વોર્ડ-8માં પ્રફુલ કડીવારે ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપને લાડવો

મોરબી : મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં અપસેટ ઉપર અપસેટ સર્જાઈ રહ્યા છે. ગઈકાલે વોર્ડ નંબર-6માં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા બાદ આજે વોર્ડ નંબર-6ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે ઉપરાંત વોર્ડ-8માં પણ એક કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને વધુ બે બેઠકો ગુમાવી દીધી છે.

- text

મોરબી પાલિકાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ ફોર્મ ભરવામાં જ ગફલતમાં રહી હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે વોર્ડ-નંબર 6માં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા બાદ આજે વોર્ડ નંબર-6ના ઉમેદવાર દેવજીભાઈ પરમારે પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લઈ ભાજપની જીત માટે માર્ગ મોકળો કરી આપ્યો છે તો વોર્ડ નંબર-8માં પણ કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ કડીવારે ઉમેદવારે પોતાનું નામાંકનપત્ર પરત ખેંચી લેતા મોરબી પાલિકાના ચૂંટણીજંગમાં ભાજપને સીધો જ ફાયદો થયો છે.

- text