આસામના ગૌહાટીમાં મોરબીની ટાઇલ્સનું પ્રમોશન

- text


બિલ્ડરો-આર્કિટેક્ટને મોરબી ક્લસ્ટરમાં ઉત્પાદિત ઉત્પાદનો વાપરવા પ્રેરિત કરતા ગૌહાટીના ડેવલોપમેન્ટ મિનિસ્ટર

મોરબી : મોરબી સિરામિક એસોશિએશન દ્વારા દેશ વિદેશમાં મોરબીની ટાઇલ્સ સહિતની પ્રોડક્ટ્નું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આસામના ગૌહાટી ખાતે ઇટકોન એક્ઝિબિશનમાં મોરબી ક્લસ્ટરનું પ્રમોશન કરી બિલ્ડરો આર્કિટેક્ટને મોરબીની સિરામિક પ્રોડક્ટનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા.

મોરબી સિરામીક એશોસીએસન ના હોદ્દેદારો મુકેશભાઇ કુંડારીયા , હરેશ બોપલીયા અને વિજય પટેલ આસામ ગૌહાટી ખાતે ઇટકોન એક્ઝિબિશનના ઉદઘાટન સમારોહ મા હાજરી આપી હતી આ તકે, ગુવાહટી ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટના મંત્રી સિધ્ધાર્થ ભટ્ટાચાર્ય પણ હાજર રહેલ અને તેઓએ બિલ્ડર-આર્કિટેક્ટને મોરબીના સિરામીક ઉધોગ વિષે સરસ માહીતી આપીને આસામના વેપારી તેમજ બિલ્ડર અને આર્કીટેકને અન્ય સિરામિક પ્રોડ્કટને બદલે ચાઈનાને હંફાવનાર મોરબી ક્લસ્ટરની નવી ડીઝાઇન અને સારી કવાલીટીની ટાઇલ્સ નો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબીની ટાઇલ્સથી બિલ્ડરોની કોસ્ટ ઘટશે અને નફો પણ વધશે તેવુ કહીને હાલ મોરબીની પ્રોડક્ટ દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ ડંકો વગાડી રહી હોવાનું ઉમેર્યું હતું.નોંધનીય છે કે,દિનપ્રતિદિન મોરબી સીરામીક ક્લસ્ટરની આગવી ઓળખ માટે મોરબી સીરામીક એસોશિએશન પણ દેશ-વિદેશમાં મોરબી ક્લસ્ટરનું સુપેરે પ્રમોશન કરી રહ્યું છે.

- text

- text