મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 834માંથી ડમી સહીત 178 ફોર્મ અમાન્ય

- text


ત્રણ પાલિકામાં 48,જિલ્લા પંચાયતમાં 33 અને તાલુકા પંચાયતમાં જુદા-જુદા કારણોસર 97 ફોર્મ અમાન્ય ઠર્યા

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવતા કુલ 834 ઉમેદવારો પૈકી 178 ઉમેદવારોના ફોર્મ જુદા-જુદા કારણોસર અમાન્ય ઠરતાં ઉમેદવારીપત્ર પરત ખેંચાય તે પૂર્વે હવે પાલિકામાં 261,જિલ્લા પંચાયતમાં 83 અને તાલુકા પંચાયતમાં 312 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.જો કે આવતીકાલે ઉમેદવારીપત્રો પરત ખેંચાય બાદ જ જિલ્લાનું સાચું ચૂંટણીચિત્ર સ્પષ્ટ બનશે.

મોરબી જિલ્લામાં આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરનાર કુલ 33 ઉમેદવારોનાં ફોર્મ અમાન્ય ઠરતા 83 ઉમેદવારોના નામાંકન માન્ય રહ્યા છે.એ જ રીતે મોરબી નગર પાલિકામાં કુલ 172 ફોર્મ ભરાયા હતા જેમાં આજે ચકાસણી દરમિયાન 34 ફોર્મ અમાન્ય ઠરતાં 138 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે.જયારે વાંકાનેર પાલિકામાં 82 પૈકી 13 ફોર્મ અમાન્ય રહેતા હવે 69 ઉમેદવારો મેદાને રહ્યા છે ઉપરાંત માળીયા મિયાણા પાલિકામાં 55 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં એક ફોર્મ અમાન્ય રહેતા 54 ઉમેદવારીપત્ર માન્ય રહ્યા છે.

- text

મોરબી જિલ્લાની તાલુકા પંચાયતોની સ્થિતિ જોઈએ તો મોરબી તાલુકા પંચાયતમમાં 87 ફોર્મ ભરાયા હતા જેમાં 6 અમાન્ય રહ્યા છે,માળીયા મિયાણા તાલુકા પંચાયતમાં 59 ઉમેદવારીપત્ર ભરાયા હતા જેમાંથી 15 અમાન્ય ઠર્યા છે,વાંકાનેરમાં 107 ફોર્મ ભરાયા હતા જેમાં 28 ફોર્મ,હળવદમાં 85 ફોર્મ ભરાયા હતા જેમાંથી 29 ઉમેદવારીપત્ર અને ટંકારા તાલુકા પંચાયતમાં ભરાયેલ 71 પૈકી 19 ફોર્મ જુદા-જુદા કારણોસર રદ થતા હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચતા પૂર્વે 656 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

- text