ચાંદીના વાયદાના ભાવમાં રૂ.૮૧૦નો ઉછાળો: સોનામાં મિશ્ર વલણ: ક્રૂડ તેલના ભાવમાં વૃદ્ધિ

- text


કોટન, કપાસ, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર: મેન્થા તેલમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ.૧૧૪૧૬ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૫૩૦૧૮ સોદામાં રૂ.૧૧૪૧૬.૧૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીના વાયદાના ભાવમાં કિલોદીઠ રૂ.૮૧૦નો ઉછાળો આવ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન, કપાસ, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો, જ્યારે મેન્થા તેલમાં નરમાઈ હતી.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૪૮૯૯ સોદાઓમાં રૂ.૪૫૫૧.૬૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૪૩૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૪૫૫ અને નીચામાં રૂ.૪૭૨૨૯ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨ ઘટીને રૂ.૪૭૨૯૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૯૫૫ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૭૧૦ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨ વધીને બંધમાં રૂ.૪૭૧૭૧ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૩૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૦૬૭ અને નીચામાં રૂ.૬૯૩૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૧૦ વધીને રૂ.૬૯૯૨૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૭૫૨ વધીને રૂ.૬૯૮૩૪ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૭૫૬ વધીને રૂ.૬૯૮૨૫ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૨૪૦૫ સોદાઓમાં રૂ.૨૭૮૮.૫૫ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૨૪ અને નીચામાં રૂ.૪૩૮૯ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૭ વધીને રૂ.૪૪૦૨ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૨૮૧ સોદાઓમાં કુલ રૂ.૩૫૬.૪૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૫૧૦ અને નીચામાં રૂ.૨૧૪૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૦ વધીને રૂ.૨૧૪૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૨૦.૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩.૬ વધીને બંધમાં રૂ.૧૦૨૯.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૬૬.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૭ અને નીચામાં રૂ.૯૬૩ રહી, અંતે રૂ.૯૬૪.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૪૨ અને નીચામાં રૂ.૧૨૩૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯ વધીને રૂ.૧૨૩૭ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૪૭૯૮ સોદાઓમાં કુલ રૂ.૨૦૭૯.૨૧ કરોડ ની કીમતનાં ૪૩૯૫.૦૮ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૦૧૦૧ સોદાઓમાં કુલ રૂ.૨૪૭૨.૪૦ કરોડ ની કીમતનાં ૩૫૩.૭૭૩ ટન, ક્રૂડ તેલમાં ૧૧૪૦૨ સોદાઓમાં રૂ.૮૨૦.૭૯ કરોડનાં ૧૮૬૨૩૦૦ બેરલ્સ, કોટનમાં ૫૫૫ સોદાઓમાં રૂ.૧૨૧.૬૨ કરોડનાં ૫૬૨૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૬૩૧ સોદાઓમાં રૂ.૨૩૧.૫૩ કરોડનાં ૨૨૭૦૦ ટન, મેન્થા તેલમાં ૧૫ સોદાઓમાં રૂ.૧.૬૭ કરોડનાં ૧૭.૨૮ ટન, કપાસમાં ૧૭ સોદાઓમાં રૂ.૪૪.૫૨ લાખનાં ૭૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૨૨૩.૨૮૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૮૭.૧૩૫ ટન, ક્રૂડ તેલમાં ૪૯૨૮ બેરલ્સ, કોટનમાં ૨૨૫૮૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૨૬૫૮૦ ટન, મેન્થા તેલમાં ૮૫.૩૨ ટન અને કપાસમાં ૨૩૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૭ અને નીચામાં રૂ.૩૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૬૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૫.૫ અને નીચામાં રૂ.૧૬૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૩ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૮૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૪ અને નીચામાં રૂ.૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૭૫ અને નીચામાં રૂ.૫૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૪.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૫૬ ખૂલી, ઊપરમાં રૂ.૭૫.૨ અને નીચામાં રૂ.૫૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૨.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૫૦.૩ ખૂલી, ઊપરમાં રૂ.૬૮.૭ અને નીચામાં રૂ.૪૯.૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦.૫ બંધ રહ્યો હતો.

- text