ગેસનો બાટલો ફાટતા દાઝી ગયેલી બાળકીનું મોત

- text


કારખાનની ઓરડીમાં ગેસ સિલિન્ડર ફાટતા 6 વર્ષની બાળકીનું 22 દિવસની સારવાર બાદ મોત થતા શ્રમિક પરિવારમાં આક્રંદ

મોરબી: ગત 19 જાન્યુઆરીએ બંધુનગર ગામે આવેલી સીરામીક ફેકટરીમાં મજૂરોની ઓરડીમાં ગેસ સિલિન્ડર ફાટતા ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું 22 દિવસની સારવાર બાદ મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોક છવાઈ ગયો છે.

- text

બંધુનગરમાં આવેલા ફોરમ સીરામીક નામના કારખાનામાં શ્રમિકોની ઓરડીમાં ગત 19 જાન્યુઆરીએ કોઈ કારણોસર રાંધણ ગેસ સિલિન્ડર ફાટતા 6 વર્ષીય અનુશ્રી બામાદેવ પાંડા નામની બાળકી ગંભીર રૂપથી દાઝી ગઈ હતી. પ્રથમ બાળકીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આમ છતાં બાળકીની હાલત ન સુધરતા રાજકોટની અન્ય બે ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર શરૂ કરાઇ હતી. જો કે, સારવાર કારગત ન નિવડતા 9 ફેબ્રુઆરીના રોજ બાળકીનું મોત થયું હતું. એ અંગેના કાગળો ગઈકાલે શુક્રવારે મોરબી તાલુકા પોલીસને મળતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.આર. ચાવડાએ અકસ્માતે મોતનો બનાવ નોંધ્યો છે.

- text