મોરબી જિલ્લા પંચાયતની માથક બેઠક પર ભાજપે ઉમેદવાર બદલાયા, ટંકારા સીટના ઉમેદવાર જાહેર

- text


જિલ્લા પંચાયતની સીટ પર યસવંતસિહ (સુખુભા)નુ નામ જાહેર થતાં વિવાદ સર્જાતા મેરાભાઈ વિઠ્ઠલાપરાને મુકાયા : ટંકારા જિલ્લા પંચાયત બેઠક માટે સંજય ભાગીયા ફાયનલ

હળવદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ આજે ભાજપ દ્વારા હળવદ તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં માથક જિલ્લા પંચાયતની સીટ પર યસવંતસિહ ઉર્ફ સુખુભાનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતા વિવાદ સર્જાતા તાબડતોબ આ બેઠક ઉપર મેરાભાઈ વિઠ્ઠલાપરાનું નામ જાહેર થયું હતું એ જ રીતે ટંકારા બેઠક ઉપર છેલ્લી ઘડીએ સંજય ભાગિયાનું નામ જાહેર કરાયું હતું.

હળવદની મથક બેઠકના ઉમેદવાર બદલવા ધારાસભ્ય અને તેમનું ગ્રુપ દ્વારા પ્રદેશ સુધી રજૂઆતનો મારો ચલાવ્યો હતો, માથક જિલ્લા પંચાયતની સીટ પર ઠાકોર સમાજના ૧૧૦૦૦ જેટલા મત હોય જેથી આ બેઠક પલાસણ ગામ ના મેરાભાઈ એ માંગી હતી પરંતુ તેઓનું નામ જાહેર ન થતા અને સુખુભા નું નામ જાહેર થતા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનોએ આ બેઠક જીતવી હોય તો ઠાકોર સમાજને આપવા માટે પ્રદેશ અધ્યક્ષને રજૂઆતો કરી હતી

- text

જેથી યશવંતસિંહ ઉર્ફે સુખુભાની જગ્યાએ માથક બેઠક પર મેરાભાઈ વિઠ્ઠલાપરા નું નામ ફાયનલ કરાયું હતું. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ જશવંતસિંહ ઉર્ફે સુખુભા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા ગ્રુપના હોય જ્યારે મેરાભાઇ વિઠલાપરા ધારાસભ્ય સાબરીયા ગ્રુપમાં હોય અને પાછલા ઘણા સમયથી ધારાસભ્ય નું ગ્રુપ માથક સીટ પર મેરાભાઈ ને ટિકિટ આપવા માટે ભલામણ કરતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે

દરમિયાન ટંકારા જિલ્લા પંચાયતની સીટમાં પણ ભારે ખેંચતાણના અંતે ભાજપના તાલુકા મહામંત્રી સંજયભાઈ ભાગિયાનું નામ ફાયનલ કરવામાં આવ્યું હોવાનું ભાજપના સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પંચાયતની હળવદ તાલુકાની માથક બેઠક ઉપર છેલ્લી ઘડીએ ઉમેદવારનું નામ બદલાવા અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ ડિપ્લોમેટિક જવાબ આપતા જણાવ્યું હતું કે કોળી સમાજના પ્રભુત્વવાળી માથક બેઠક ઉપર ઉમેદવારોની પસંદગી યાદીના અગ્રતાક્રમે મેરાભાઈ વિઠ્ઠલાપરાનું નામ હતું પરંતુ ટાઇપોગ્રાફી મિસ્ટેકના કારણે યસવંતસિહ ઉર્ફ સુખુભાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરાયું હતું.

- text