રાજકીય વર્ચસ્વ મેળવવા મહેશ રાજ્યગુરૂએ આપ છોડયું : પરેશ પારિયા

- text


આમ આદમી પાર્ટી મોરબી શહેરના પ્રમુખ તરીકે પરેશ.પારિયા મેદાને : તકવાદીઓએ પાર્ટી છોડતા “આપ”ને કોઈ ફર્ક નહીં પડે

મોરબી : આજે મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સહીત છ જેટલા ભાવિ ઉમેદવારોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવતા “આપ”ને છેલ્લી ઘડીએ નુકશાન થયું છે જો કે, નવા શહેર “આપ” પ્રમુખ પરેશ પારિયાએ આજની ઘટનાને અપેક્ષિત ગણાવી હતી અને તકવાદીઓએ પાર્ટી છોડવાથી “આપ”ને કોઈ ફર્ક નહીં પડે તેવું સ્પષ્ટ કરી રાજકીય વર્ચસ્વ માટે મહેશ રાજ્યગુરૂ કોંગ્રેસમાં જોડાયા હોવાનું પણ ઉમેર્યું હતું.

મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ આજે “આપ”નેઅલવિદા કરતાની સાથે જ પાર્ટી દ્વારા ત્વરિત નિર્ણય કરી શહેર “આપ”ની કમાન.પરેશ પારિયાના હાથમાં સોંપી છે, આજના નાટકીય ઘટનાક્રમ અંગે નવનિયુક્ત શહેર “આપ” પ્રમુખ પારિયાએ જણાવ્યું હતું કે છએક દિવસ પૂર્વે જ પાર્ટીએ મહેશભાઈને સ્વતંત્ર નિર્ણય લેવા કહી દીધું હતું અને તેમનું પક્ષ પરિવર્તન અપેક્ષિત જ હોવાનું પણ તેમને જણાવ્યું હતું.

- text

દરમિયાન નગરપાલિકાની ચૂંટણી સમયે જ આપ દ્વારા જાહેર કરાયેલા છ જેટલા ભાવિ ઉમેદવારો પણ આપ છોડી કોંગ્રેસમાં જોડાતા આગામી ચૂંટણીમાં પક્ષને નુકશાન જશે કે કેમ તે અંગેના સવાલના જવાબમાં પરેશ પારિયાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, તાકવાદીઓના જવાથી પાર્ટીને કોઈ ફર્ક નહીં પડે.

- text