મોરબી જિલ્લામાંથી દેશીદારૂ સાથે 2 મહિલા સહિત 8 ઝડપાયા

- text


મોરબી: મોરબી શહેર તથા જિલ્લામાંથી પોલીસે સોમવારે 2 મહિલા સહિત 8 બુટલેગરને દેશી દારૂનું વેંચાણ કરતા ઝડપી પાડયા છે. જ્યારે 2 બાઈકચાલક અને 2 વેપારી સહિત કુલ 10ને નશાયુક્ત હાલતમાં ઝડપી હવાલાતની હવા ખવડાવી છે.

મોરબી સીટી બી.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક એસ્સારના પંપ પાસેથી કેફી પ્રવાહી પીને નીકળેલા બાઇક ચાલક સામે એમ.વી.એક્ટની કલમ 185, 3, 181 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે એ.ડીવી. પોલીસે મોરબી-કંડલા બાયપાસ પર પાપાજી ફન વર્લ્ડ સામેથી કેફી પીણું પીને, લાઇસન્સ વિના એક્ટિવા સ્કૂટર ચલાવી નીકળેલા યુવાન સામે ગુન્હો નોંધી એક્ટિવા કબ્જે કર્યું હતું.

- text

મોરબી સીટી. બી. ડીવી. પો. સ્ટે. વિસ્તારમાંથી ત્રાજપર ઓરિએન્ટલ બેંક વાળી શેરીમાંથી 48 દેશી દારૂની કોથળીઓ કિંમત રૂ. 270 સાથે 2 મહિલાને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એ.ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટના પરસોત્તમ ચોક પાસેથી 4 લીટર લુઝ દેશી દારૂ કિંમત રૂ. 80 સાથે 1 બુટલેગરને તથા મોરબી કંડલા બાયપાસ પર પાપાજી ફનવર્લ્ડ નજીકથી 21 દેશી દારૂની કોથળીઓ કિંમત રૂ. 80 સાથે 1 બુટલેગરને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પો. સ્ટે.ની હદમાં આવતા મકનસર ગામ નજીકથી 25 નંગ દેશી દારૂની કોથળીઓ કિંમત રૂ. 100 સાથે એક બુટલેગરની અટકાયત કરી છે. જ્યારે સરતાનપુર ચોકડી નજીક તુલસી પેટ્રોલપંપની પાસેથી 20 દેશી દારૂની કોથળીઓ સાથે આધેડને ઝડપી પ્રોહી. એક્ટની કલમ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

જ્યારે ટંકારાના સજનપર ગામની કુળદેવી પાનની બાજુમાંથી પોલીસે 20 દેશી દારૂની કોથળીઓ કિંમત રૂ. 100 કબ્જે કરી ખેતીની સાથે દેશી દારૂનો સાઈડ બિઝનેસ કરતા શખ્સની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર પોલીસે 4 લીટર લુઝ દેશી દારૂ કિંમત રૂ. 80 સાથે 1 બુટલેગરને ઝડપી પાડ્યો છે.

- text