સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો માટે ચૂંટણીખર્ચ મર્યાદા જાહેર

- text


મોરબી પાલિકાની ચૂંટણી લડતા ઉમેદવાર સવા બે લાખથી વધુ નહીં ખર્ચી શકે

જિલ્લા પંચાયતમાં ચાર લાખ અને તાલુકા પંચાયતના ઉમેદવાર બે લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે

મોરબી : રાજય ચૂંટણી પંચ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવાર માટે ખર્ચ મર્યાદા નકકી કરવામાં આવી છે. તાલુકા પંચાયતના મતક્ષેત્ર માટે ર લાખ અને જિલ્લા પંચાયતના મતક્ષેત્ર ઉમેદવાર દીઠ રૂ. ૪ લાખ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે તો નગરપાલિકા માટે બે વિભાગ પાડ્યા છે. જેમાં 9 વોર્ડ સુધીની પાલિકામાં દોઢ લાખ અને 9 વોર્ડથી મોટી પાલિકામાં ઉમેદવારો માટે 2.25 લાખ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

- text

ચૂંટણી પંચના સચિવ મહેશ જોષીએ ખર્ચ મર્યાદા અને સ્ટાર પ્રચારકોના પ્રવાસ ખર્ચ અંગે માર્ગદર્શક આદેશ બહાર પાડયા છે. જે અન્વયે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવાર માટે ખર્ચ મર્યાદા નકકી કરવામાં આવી છે. મોરબી તાલુકા પંચાયતના મતક્ષેત્ર માટે ર લાખ અને જિલ્લા પંચાયતના મતક્ષેત્ર ઉમેદવાર દીઠ રૂ. ૪ લાખ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે તો નગરપાલિકા માટે બે વિભાગ પાડ્યા છે. જેમાં 9 વોર્ડ સુધીની પાલિકામાં દોઢ લાખ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી, વાંકાનેર અને માળીયા મિયાણા પાલિકાના ચૂંટણી લડતા ઉમેદવારો દોઢ લાખથી વધુ ચૂંટણી ખર્ચ નહીં કરી શકે. જો કે, મોરબી નગરપાલિકા વિસ્તારમાં 13 વોર્ડ આવતા હોય મોરબી પાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારો 2.25લાખ સુધીનો ચૂંટણીખર્ચ કરી શકશે.

- text