સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોરબી જિલ્લા કોંગ્રેસે રણશીંગુ ફૂંક્યું

- text


મોરબી : મોરબીમાં સ્થાનિક સ્વારાજ્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. એક તરફ ભાજપ દ્વારા પેજ પ્રમુખ કાર્યક્રમ થકી પોતાના મતદારને આકર્ષવા મથી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લેઇ બેઠકનો દૌર શરૂ કરી દીધો છે.

તેના ભાગરૂપે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી તાલુકાના બગથળા ગામમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાત કૉંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને મોરબી જિલ્લા કોંગ્રેસ નિરિક્ષક કરણસિંહ જાડેજા, ધારાસભ્ય લલીતભાઈ કાગથરા, એલ. એમ. કંઝારીયા, જયંતીભાઈ જે. પટેલ મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા અને સ્થાનિક સ્વરાજ્યની મોરબી જિલ્લા, તાલુકા પંચાયત અંગેની ચુંટણીલક્ષી માહિતી આપી હતી.

જેમાં આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાક વીમા, ખેડૂતોને સિંચાઈ પ્રશ્ન, પાકના ભાવ તેમજ તાજેતરમાં ચાલી રહેલા આંદોલન જ્યારે શહેરી વિસ્તારમાં ગત ચુટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ વિજેતા થવા છતાં સરકાર દ્વારા ભેદભાવ રાખી ગ્રાન્ટ ન આપી વિકાસ કામમાં રોડા નાખવા તેમજ તેઓના ચૂંટાયેલ પ્રતિનિધિઓને અગાઉ ભ્રષ્ટાચારી ગણવાયા અને હવે પોતાના પક્ષમાં લઇ હવે ક્યાં મોઢે ભ્રષ્ટાચારી ગણે છે. તે અંગે લોકો સુધી જઇ ભાજપને ખુલ્લા પાડવામાં આવશે તેવો રણટંકાર કર્યો હતો.

આ તકે મોરબી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ, માલધારી સેલ, NSUI , યુથ, SC-ST સેલ, ઓબીસી સેલ, માઇનોરીટી સેલ, સેવાદળ, સોશ્યલ મિડિયા ડિપાર્ટમેન્ટ તથા કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

વધુમાં, મોરબી જિલ્લાના રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી. સેલના પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંગઠનની મિટિંગનું આયોજન કરેલ હતું. તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, ડો. હેમાંગભાઈ વસાવડા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, ઓ.બી.સી મહામંત્રી પ્રવીણભાઈ આહિર તથા કોંગ્રેસના હોદેદારો અને ઓ.બી.સી.ની જનમેદની ઉમટી પડેલ અને કૉંગ્રેસનો જોમ અને જુસ્સો વધારેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઇ આહિર અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવેલ હતી.

- text

- text